ચોમાસામાં વરસાદના પાણીથી થતા લીકેજથી પરેશાન છો?
✅ હવે મેળવો પરમેનન્ટ સોલ્યુશન – એક ખાસ વોટરપ્રૂફિંગ કેમિકલ PSV-PREMIX દ્વારા
PSV ટેકનોલોજી દ્વારા સંચાલિત 29+ વર્ષની વોટરપ્રૂફિંગ કુશળતા
અમે છેલ્લા 29 વર્ષથી વોટરપ્રૂફિંગ સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ. અને અત્યાર સુધી, અમે ઘણા પ્રકારના જટિલ લીકેજને રોકવા માટે કુશળતા મેળવી છે. વર્ષોથી અમારા કાર્યની ટકાઉપણુંનો મુખ્ય શ્રેય અમારા ઉત્તપાદન –પોલિમરાઇઝ્ડ સિલિકોન વિનાઇલ (PSV) ને જાય છે. અમારા બનાવેલા આ સિક્રેટ કેમિકલ દ્વારા જ અમે આટલા સફળ વોટરપ્રૂફિંગ કરી શકીએ છીએ .
પીએસવી-પ્રીમિક્સ વોટરપ્રૂફિંગ કેમિકલે તેની અસાધારણ ટકાઉપણું, કામગીરી અને ઉપયોગમાં સરળતા માટે સમગ્ર ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે
હવે તમે તમારી જરૂરીઆત અને બજેટને અનુરૂપ વોટરપ્રૂફિંગ તમારી ફુરસદે કરાવો
ફક્ત Rs.999/- માં ઈન્સ્ટંન્ટ વોટરપ્રૂફિંગ
જો ધાબાની અમુક તિરાડોમાંથી જ પાણી આવે છે તેની તમને ખાતરી હોય તો ફક્ત વૉટરશીલ ની ઇન્સ્ટન્ટ ક્રૅક ફિલર કિટ જે ફક્ત 999/- માં તમને ઘરેબેઠા મળી રહેશે જેનાથી તમે લગભગ 50 થી 60 ફૂટની તિરાડો કાયમ માટે બંધ કરી શકો છો.
આખા ધાબા માં જો તમને ખાતરી હોય કે આ અમુક ક્રેકમાંથી જ પાણી ટપકે છે તો આ ક્રેક કીટ ખુબજ ઉપયોગી સાબિત થશે. અમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફોટા સાથેના લખાણ અને વિડીયો પણ મોકલાવીશું. ઉપરાંત તમને કેમિકલ અને સાંધા જોડવાની ટેપ સાથે કામ કરવા માટે બ્રશ, લેવલીંગ માટે પુટટી નાઇફ પણ સાથે જ આપીએ છીએ. જેથી તમારે બીજી કોઈ વસ્તુ લાવવી પડતી નથી.
👉 ઇન્સ્ટન્ટ ક્રેક-ફીલર કીટ વિષે વધુ જાણવા અહીં ક્લિક કરો.
કોન્ટ્રાકટર કરતાં અડધા ભાવે વોટરપ્રૂફિંગ
જો તમારું મકાન લીકેજ થાય છે તો ,તમે કોઈપણ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર પાસે વિશ્વાસ રાખીને કામ કરાવો છો.કારણ કે, જે તે કંપનીની જાહેરાતો ઉપર વિશ્વાસ કરી તમે કામ આપો છો.પરંતુ તમે તે મટિરિયલ ઍપ્લિકેશનની ખરી ટેકનિક શું છે તે જાણતા નથી. આથી જો કોન્ટ્રાક્ટર કામચલાઉ કામ કરીને આપી દે તો, જ્યારે ચોમાસા માં લીકેજ થાય ત્યારે જ જાણ થાય છે.
પરંતુ ,જો તમે અમારું અત્યાધુનિક Waterseal PSv-PREMIX મંગાવી કોઈપણ ચૂનો-ડિસટેમ્પર કરનાર કારીગર પાસે સચોટ કામ કરાવીને 100% વોટરપ્રૂફિંગ કરાવી શકો છો . એ પણ 40 થી 50% ઓછા ભાવે.
👉 આ પ્રોડક્ટ વિશે વધુ જાણકારી માટે ક્લિક કરો
વોટરપ્રૂફિંગની જરૂર હોય તેવા વિસ્તારના ચોરસ ફૂટ કેવી રીતે માપવા તે જાણો.
જેથી તમારે કેટલા કેમિકલ ની જરૂર છે તે પ્રમાણે યોગ્ય ઓર્ડર આપી શકો.આ સિવાય તમે કોઈ કન્સ્ટ્રક્શન કે કલર કોન્ટ્રાકટર પાસે પણ માપણી કરાવી શકો છો.
માપ પ્રમાણે ઓર્ડર કેવી રીતે કરવો?→ તમારા ધાબાની લંબાઈ x પહોળાઈ = ચોરસફૂટ ગણો અને ઓર્ડર કરો.
ઉદાહરણ તરીકે નીચે પ્રમાણે નું માપ આવે તો,
➡️ 250 થી 300 ચોરસફૂટ માટે તમારે ફક્ત 👉 25 કિ.ગ્રા PSV-PREMIX (1 બકેટ ) + 200 ફૂટ PPC-MAT અથવા,
➡️ 500 થી 600 ચોરસફૂટ માટે 👉 50 કિ.ગ્રા PSV-(25x 2 બકેટ)PREMIX + 400 ફૂટ PPC-MAT
➡️ 1000 થી 1200 ચોરસફૂટ માટે 👉 100 કિ.ગ્રા PSV-PREMIX (25x 4 બકેટ )+ 600 ફૂટ PPC-MAT
PPC-MAT ની જરૂરિયાત તમારા ધાબા પર પડેલી ક્રેકસ પર આધાર રાખે છે. આ મેટ 4 ઈંચના પટ્ટા માં આવે છે . જો બહુ મોટી ક્રેક ના હોય તો ,વચ્ચેથી કાતર વડે કાપીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

જો ધાબા નું માપ 300 ચોરસફૂટ જેટલું છે તો ખરીદો ;
📦કોમ્બો પેક ₹.6,700 /-માં કઈ સામગ્રી આપીશું ?
✅ 25 કિ.ગ્રા PSV પ્રીમિક્સ – ટેરેસ, છત અને દિવાલ માટે તૈયાર વોટરપ્રૂફિંગ કેમિકલ
✅ 200 ફૂટ PPC મેટ – ક્રેક જોઇન્ટ માટે મજબૂત અને ટકાઉ મટિરિયલ
✅ ટૂલ્સ – 4″ નું કોમર્શિયલ બ્રશ+ 4″ પુટટી નાઇફ,+ 10″નું સ્પેશિયલ વોટરપ્રૂફિંગ રોલર
✅ ફોટા સાથે માર્ગદર્શિકા – સ્ટેપ-બાય-સ્ટેપ લગાવવાની સરળ રીત
✅ ધાબું જૂનું હોય તો 250 થી 300 ચોરસ ફૂટ સુધી અને ચાઈના મોજેક કે ટાઇલ્સ ઉપર વધારે કવરેજ મળે છે. 25 કિલો પ્રીમિક્સ કેમિકલ વડે વોટરપ્રૂફિંગ ના ત્રણ કોટિંગ કરી શકાય છે.
- નોંધ: ટાઇલ્સ ઉપર વધારે કવરેજ મળે છે. પરંતુ તેના આડા-ઊભા દરેક સાંધા ને PPC મેટ થી શીલ કરવાથી વધુ સારું પરિણામ મળી રહે છે. 📦કોમ્બો પેક ફક્ત ₹.6,700 /-માં ખરીદો.⚡6700 ➗ 300 = → ₹.23/-માં ચોરસફૂટ લેખે માલસામાન ની પડતર કિંમત થાય +800 થી 1200 મજૂરી થશે.
ચોમાસુ આવે તે પહેલાં – હમણાં જ તૈયારી કરો!
મોટાભાગના બજાર ઉત્પાદનો કરતાં ઓછી કિંમતે ડિસ્ટ્રિબ્યુટર અને કોન્ટ્રાક્ટર કમિશનને દૂર કરીને, વોટરસીલ ઓછા ખર્ચે ઉચ્ચતમ ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ સીધા તમારા ઘરઆંગણે પહોંચાડે છે.
પાણીના નુકસાનની રાહ ન જુઓ – વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં તમારી છતને વોટરપ્રૂફ બનાવો. વોટરસીલ પીએસવી-પ્રીમિક્સ સાથે માનસિક શાંતિનો આનંદ માણો અને તમારા ઘરને કોરું,સૂકું અને સુરક્ષિત રાખો.
📲 તાત્કાલિક સહાય માટે, તમારી મિલકતના ફોટા, વીડિયો અને માપ WhatsApp પર મોકલો .
કંપનીના પ્રમાણિત વોટરપ્રૂફર પાસે અથવા PSv -PREMIX મંગાવી પોતે જ કામ કરાવો.
વોટરપ્રૂફિંગનું કામ હમેશાં કંપની દ્વારા પ્રમાણિત કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવું જોઈએ – એવા કોન્ટ્રાક્ટર જે જાણકાર અને જે તે, બ્રાન્ડના નિયુક્ત કરેલા હોય અને લેખિત બાહેંધરી આપે. આવા કોન્ટ્રાક્ટરો સામાન્ય રીતે ₹50 થી ₹60 પ્રતિ ચોરસ ફૂટના ભાવે કામ કરે છે.
બીજી તરફ, કેટલાક કન્સ્ટ્રક્શન મજૂર ₹30–₹35 પ્રતિ ચોરસ ફૂટમાં પણ વોટરપ્રૂફિંગનું કામ કરી આપે છે, પણ તેઓ બ્રાન્ડેડ કેમિકલ્સનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવો – તે જાણતા નથી. માર્કેટમાં ઘણી બ્રાન્ડ્સ ના વિવિધ સપાટીઓ માટે અલગ-અલગ 15થી 20 કેમિકલ્સ મળે છે. જો યોગ્ય સ્થાન પર યોગ્ય કેમિકલ ન વપરાય, તો વોટરપ્રૂફિંગનું કામ માત્ર દેખાવ પૂરતું રહે છે.કદાચ થોડો ફાયદો જણાય -પરંતુ 100% સંતોષ થવાની શક્યતા નથી. જેના પરિણામે, થોડા સમય પછી ફરીથી લીકેજ થવાથી ઘરને વધારે નુકશાન થાય છે.આવી રીતના બેજવાબદાર કામના કારણે ઘરના માલિકને વધુ નુકસાન ભોગવવાનું થાય છે અને જે -તે બ્રાન્ડનું નામ પણ ખરાબ થાય છે.
Waterseal Waterproofing –📦સીધું ગ્રાહક સુધી:
અમે અમારા PSV-PREMIX અને અન્ય Waterproofing Chemical જાહેર બજારમાં વેચતા નથી. તેનું મુખ્યકારણ એ છે કે, અમે તેની ગુણવત્તા, અસરકારકતા અને લાંબા ગાળાના પરિણામો પર કોઇ સમાધાન કરતા નથી.અમે ઇચ્છીએ છીએ કે મકાનમાલિક પોતે જ કામનું નિયંત્રણ રાખે અને તેમના વિશ્વાસપાત્ર કારીગર (જેમ કે ડિસ્ટેમ્પર કે ચૂનો કરનાર) દ્વારા આ કામગીરી કરે. તેથી અમે ઉત્પાદન ને સીધા ગ્રાહકના ઘરે પહોંચાડીએ છીએ જરૂરી સાધનો સાથે. – કોઈ મધ્યસ્થી વિના.
આજના સમયમાં યોગ્ય માર્ગ એ છે કે: અજાણ્યા કોન્ટ્રાક્ટર પાસે ઓછી કિંમત જોઈને જોખમ લેવાને બદલે, તેમનાથી ઓછા ભાવે મજૂરી અને માલ સાથે પોતે ઘરબેઠાં સારી રીતે કામ કરાવો અને નિરાંત નો અનુભવ કરો.
અમારા વોટરપ્રૂફિંગ ના નિષ્ણાત સાથે વાત કરો અને વોટરપ્રૂફિંગ માટે સાચી સલાહ મેળવો.
અહીં અમે ,વારંવાર પૂછાતા પ્રશ્નો તમે વાંચો. તે તમને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સને સમજવામાં ઘણું મદદરૂપ થશે.. યાદ રાખો કે તમારી જરૂરિયાતોને અનુરૂપ ચોક્કસ સલાહ અને ઉકેલો માટે વ્યાવસાયિક વોટર-પ્રૂફિંગ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો
આ વોટરપ્રૂફિંગ શું છે?
વોટર-પ્રૂફિંગ એ એક એવી પ્રક્રિયા અથવા ટેકનોલોજી છે જેનો ઉપયોગ ધાબા,ટાંકી ,બાથરૂમ ,ગેલેરી અને દીવાલો માં આવતા ભેજ અને લીકેજને બંધ કરે છે.ખર્ચાળ સમારકામનો ખર્ચ અને સમય બચાવે છે. અને જુના મકાન ના બાંધકામ ,સ્ટ્રક્ચર અને સીલિંગ ને મજબૂત બનાવે છે.
WaterSeal નું વોટરપ્રૂફિંગ કેટલા વર્ષ સુધી ટકે છે?
જો WaterSeal Waterproofing અમારા સૂચન મુજબ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું હોય, તો તેનું પરિણામ સામાન્ય રીતે 5 થી 10 વર્ષ સુધી કે તેનાથી વધુ પણ ટકી શકે છે. કેમિકલ ની કાર્યક્ષમતા ધાબાની સપાટી, લગાડવા ની રીત અને ત્યારબાદ ની જાળવણી પર આધાર રાખે છે.
નવા મકાનના બાંધકામ વખતે વોટરપ્રૂફિંગ શા માટે મહત્વપૂર્ણ છે?

નવા મકાનના બાંધકામ સમયે વોટરપ્રૂફિંગ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે મકાનને લાંબા સમય સુધી મજબૂત અને લીકેજમુક્ત રાખવામાં સહાય કરે છે. અહીં એનું મહત્વ સમજાવતી મુખ્ય બાબતો છે:.
🔹 1. લીકેજ અને ભેજથી રક્ષણ
🔹 2. ઢાંચા – માળખા(Structure)ની મજબૂતી બચાવે છે
🔹 3. ભવિષ્યના ખર્ચો બચાવે છે
🔹 4. સાવચેતી રહે તો બીજું કામ સરળ બને
🔹 5. જીવનશૈલી પર અસર નહીં થાય
સારાંશે કહીએ તો, જ્યારે મકાનનું બાંધકામ ચાલુ હોય ત્યારે જ યોગ્ય વોટરપ્રૂફિંગ કરાવી લેશો તો તમારું મકાન વરસો સુધી સલામત, મજબૂત અને દેખાવદાર રહેશે.
ટાઇલ્સ, પથ્થર અથવા ચાઇના મોઝેઇક વિગેરે પર વોટરપ્રૂફિંગ માટે કયું કેમિકલ યોગ્ય છે?
પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પુલ, ગેલેરીઓ અને છતમાં સામાન્ય રીતે ટાઇલ્સ, મોઝેઇક અને પથ્થરનો ઉપયોગ થાય છે. સમય જતાં, ઠંડી, ગરમી અને વરસાદના સંપર્કમાં આવવાથી તેમની વચ્ચેના સાંધા પહોળા થઈ શકે છે, જેના કારણે લીકેજ થાય છે. આ લીકેજને રોકવા માટે આજ સુંધી ફક્ત ઇપોક્સી કે FRP કેમિકલ નો જ ઉપયોગ થતો હતો,
પરંતુ વોટરસીલના PSV-PREMIX કેમિકલ + PPC મેટ નો ઉપયોગ કરીને ઘણા વર્ષો માટે લીકેજની સમસ્યા અસરકારક રીતે દૂર થઈ શકે છે.