🧱 અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ – જૂની ભેજની સમસ્યાઓ માટે કાયમી ઉકેલ
ઘરના અંદરના ભાગમાં ભેજ, પાણીનું ટપકાવું, છાલા પડવું કે પેઇન્ટ છૂટી જવું જેવી સમસ્યાઓ ખાસ કરીને વરસાદ પછી, અથવા બાથરૂમ અને રસોડા જેવી ભીના વિસ્તારની નજીક જોવા મળે છે. સમયસર યોગ્ય વોટરપ્રૂફિંગ ન કરાવવું વધારે નુકશાનદાયક સાબિત થઈ શકે છે — એના કારણે ફૂગનો વિકાસ, દિવાલો ખરાબ થવી કે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે.
🔎 ભેજ થવાનું મુખ્ય કારણ શું છે?
- જમીનમાંથી ઊભરાતી ભેજ: ઊંચા ગ્રાઉન્ડ વોટર લેવલને કારણે દિવાલોમાં ભેજ આવે છે.
- તિરાડો અને છિદ્રો: વરસાદી પાણી તિરાડો દ્વારા અંદર પ્રવેશે છે.
- બાથરૂમ અને રસોડાની જોડાયેલી દિવાલો: આ જગ્યાઓમાંથી પાણી લીક થઈને અન્ય દિવાલોમાં ભેજ લાવે છે.
- પાડોશના બાથરૂમ કે રસોડાની ભીની દિવાલ
ખાસ કરીને ફ્લેટમાં — પડોશીનો નળ લીક થવો કે ટાઇલ્સના જોડમાંથી પાણી ચૂસી તમારી દિવાલ સુધી પહોંચવું.વીજળીની વાયરિંગ, પાઈપ લાઇનના ચેનલોમાંથી પ્રવેશતું પાણી - નીચી ગુણવત્તાનો સિમેન્ટ અથવા ક્ષારવાળી રેતીનું પ્લાસ્ટર.

ભેજ આવવાનું કારણ જાણ્યા પછી તેનું નિરાકરણ લાવો. પછી જ વોટરપ્રૂફિંગ કરાવવાનું શરૂ કરો.
અંદરની દીવાલોનું વોટરપ્રૂફિંગ કરતા શીખો
- ભેજવાળી સમગ્ર દીવાલો નું જૂનું પ્લાસ્ટર ચણતર ની ઈંટો સુંધી દૂર કરો.
- વાયરબ્રશ વડે રેતીને સાફ કરી દીવાલને પાણીથી સરસ ધોઈ ચોખ્ખી કરો.
- 1ભાગ Psv Premix +2 ભાગ પાણી મીક્ષ કરી પ્રાઇમર કોટિંગ કરો.
- પ્લાસ્ટર કરવા માટે જે પાણી વાપરવાનું હોય તેમાં 10% Psv Premix ભેળવો.એટલે 100 લિટર પાણીમાં 10 લિટર કેમિકલ નું પ્રમાણ રાખો.
- પ્લાસ્ટરને બે દિવસ પાણી છાંટીને સુકવો.
- ત્રીજાદિવસે 1ભાગ Psv Premix +1 ભાગ પાણી મીક્ષ કરી બે વાર બ્રશ કે રોલર થી કોટિંગકરાવો.
- એક દિવસ સુકાય પછીથી લાપી લગાવતી વખતે પાણીમાં 10% Psv Premix નાખો.

💰 અંદાજિત ખર્ચ શું છે?
અંદરની દિવાલ માટે વપરાતા કેમિકલ ની કિમત 1ચોરસફૂટ દીઠ લગભગ 23/- રૂપિયા જેટલી થશે.
અંદરની દિવાલ માટેનું પ્લાસ્ટર માલસામાન અને મજૂરી સાથે સામાન્ય રીતે ₹120 – ₹130 પ્રતિ ચોરસ ફૂટ સુધી આવે છે.
વાપરવામાં આવતી સામગ્રી, તમારા ઘરની દીવાલોની હાલત અને તેના વિસ્તાર પર આધાર રાખે છે. સિમેન્ટ +રેતી તમે લાવી અને કડિયાને ફક્ત મજૂરીનો કોન્ટ્રાક્ટ આપી યોગ્ય માલસામાન સાથે મજબૂત કામ કરાવો.
📞 હવે સંપર્ક કરો
જો તમારા ઘરમાં ભેજ, લીકેજ, ફૂગ અથવા પેઇન્ટ છૂટી રહે છે, તો આજે જ અમારી WaterSeal ટીમનો સંપર્ક કરો:
📱 WhatsApp: 9825585997
🌐 વેબસાઇટ: https://waterseal.in/interior-wall-waterproofing