અમદાવાદમાં વોટરપ્રૂફીંગ સર્વિસિસ - લીકેજ અને સિપેજનો કાયમી ઉકેલ
અમદાવાદમાં વોટરપ્રૂફીંગ માટે વિશ્વસનીય Waterproofing Contractor
છત, ટેરેસ, બાથરૂમ કે દીવાલોમાં થતી લીકેજ અને ભેજથી પરેશાન છો?
અમદાવાદમાં વોટરપ્રૂફિંગ – છેલ્લા 30+ વર્ષથી Waterproofing Contractor તરીકે કાર્યરત છે. અમે ટેરેસ વોટરપ્રૂફિંગ, રૂફ લીકેજ રિપેર,બાથરૂમ વોટરપ્રૂફિંગ અને વોટર ટેન્ક સિપેજની સમસ્યાઓ માટે વિશ્વસનીય અને લાંબા ગાળાના Waterproofing Solutions પ્રદાન કરીએ છીએ.
ચોમાસામાં વરસાદી પાણીથી થતા લીકેજથી પરેશાન છો?
શું તમે અમદાવાદમાં વોટરપ્રૂફિંગ માટે કોઈ વિશ્વસનીય, અનુભવી અને સચોટ Waterproofing Contractor શોધી રહ્યા છો?
Waterseal ની ટીમે 30+ વર્ષથી અસંખ્ય રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક લીકેજ અને સિપેજની સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે.
અમારું લક્ષ્ય માત્ર કામચલાઉ પેચવર્ક કરવાનું નથી, પરંતુ સમસ્યાના મૂળ કારણને શોધીને લાંબા સમય સુધી ટકાઉ અને કાયમી સોલ્યુશન પ્રદાન કરવાનું છે.
અમારો 30+ વર્ષનો અનુભવ
હજારો સફળ પ્રોજેક્ટ્સ અને વિવિધ પ્રકારની લીકેજ સમસ્યાઓનો વ્યાપક અનુભવ.જે ,લાંબા ગાળાની સુરક્ષા અને વિશ્વાસપાત્ર પરિણામો આપે છે
સમસ્યાના મૂળ કારણ પર ફોકસ
અમારો અનુભવ દરેક લિકેજની સમસ્યા નું સચોટ નિદાન કરી તેનું મૂળ કારણ શોધી તેને કાયમી ધોરણે દૂર કરવામાં મદદરૂપ બને છે
લાંબા ગાળા સુંધી લીકેજ સામે રક્ષણ
અમારી સર્વિસ તમને 5 વર્ષની લેખિત ગેરેન્ટી સાથે તમારી મિલકતને ભવિષ્યમાં 8 થી 10 વર્ષ લીકેજથી સુરક્ષિત રાખશે તેનું વચન આપે છે.
સિમેન્ટ વગરનું PSv કેમિકલ
ભારે તાપમાન માં સિમેન્ટમાં ક્રેક પડતી હોવાથી અમે સિમેન્ટ વગરના લચીલા વ્હાઇટ PSV Premix કેમિકલથી ચાર કોટિંગ કરીએ છીએ
વોટરપ્રૂફિંગ માટે યોગ્ય ઉકેલ જાણવા આજે જ → WhatsApp પર ફોટો મોકલો – મફત સલાહ મેળવો
અમારા નિષ્ણાતો તમારી મિલકતનું સંપૂર્ણ નિરીક્ષણ કરીને લીકેજનું મૂળ કારણ શોધે છે અને સપાટીની સ્થિતિ અનુસાર યોગ્ય વોટરપ્રૂફિંગ ઉકેલ સૂચવે છે.
કઈ ટ્રીટમેન્ટ તમારા માટે યોગ્ય રહેશે, કામ કેવી રીતે કરવામાં આવશે, કેટલો સમય લાગશે અને અંદાજિત ખર્ચ કેટલો થશે તેની સ્પષ્ટ માહિતી અમે અગાઉથી જ આપીએ છીએ, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.
ગુણવત્તાયુક્ત કામ, વાજબી ભાવ અને લાંબા ગાળાના પરિણામો આપવાનો અમારો હંમેશા પ્રયત્ન રહે છે.
જો તમે અન્ય કોઈ વોટરપ્રૂફિંગ પદ્ધતિ અથવા સોલ્યુશન વિશે સાંભળ્યું હોય, તો તેના ફાયદા, મર્યાદાઓ અને વાસ્તવિક પરિણામો વિશે અમારા નિષ્ણાતો તમને નિષ્પક્ષ અને સચોટ માહિતી આપશે. અમારો ઉદ્દેશ તમને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે, જેથી તમે ખોટા ખર્ચ અને સમયના બગાડથી બચી શકો.
જો તમારી સાઇટના ફોટા અને વીડિયો → WhatsApp પર મોકલો. અમારા નિષ્ણાતો તમારી સમસ્યા સમજીને સલાહ અને યોગ્ય ઉકેલ સૂચવશે.
શા માટે PSV Premix વોટરપ્રૂફિંગ કેમિકલ?
Waterseal PSV Premix ભારે તાપમાન, વરસાદ અને ભેજ સામે ટકાઉ સુરક્ષા આપવા માટે વિકસાવવામાં આવેલ વિશિષ્ટ કેમિકલ છે
- PSv માં ગ્રે કે વ્હાઇટ સિમેન્ટ મિક્સ કરવાની જરૂર પડતી નથી, તેથી કોટિંગ વધુ લવચીક રહે છે એટલે ઊંચા તાપમાનમાં પણ તિરાડ પડવાની શક્યતા ઓછી રહે છે.
- 100 કિ.ગ્રા. PSV-Premix (4 કોટિંગ) દ્વારા અંદાજે 1000 થી 1200 ચોરસફૂટ વિસ્તારને 8 થી 10 વર્ષ લીકેજથી સુરક્ષા મળી રહે છે.
ભારતભર માં PSV Premix ઉપલબ્ધ છે.
અમે અમદાવાદમાં વોટરપ્રૂફિંગ ની બધી સર્વિસ પ્રદાન કરીએ છીએ.
પરંતુ, બહારગામ ના ગ્રાહકો માટે અમે યોગ્ય ગાઈડન્સ સાથે વોટરપ્રૂફીંગ કેમિકલ્સ પહોંચાડીએ છીએ. જેથી તમે કલરકામના કારીગર દ્વારા વોટરપ્રૂફીંગ કરાવી શકો છો. કામ કરવાની રીત → YouTube પર જુઓ.
સાચી પદ્ધતિ થી કામ કરાવો અને લાંબા સમય સુધી લીકેજથી સુરક્ષિત રહો. → નવા બાંધકામ વખતે આજે કરેલું વોટરપ્રૂફિંગ = આવતીકાલે લીકેજથી સુરક્ષા
વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો
ટાઇલ્સ, પથ્થર અથવા ચાઇના મોઝેઇક વિગેરે પર વોટરપ્રૂફિંગ માટે કયું કેમિકલ યોગ્ય છે?
પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પુલ, ગેલેરીઓ અને છતમાં ટાઇલ્સ, મોઝેઇક કે પથ્થર વપરાય છે. ઠંડી, ગરમી અને વરસાદમાં સિમેન્ટબેસ કોટિંગ ફાટી કે ઉખળી જતું હોય છે. પરંતુ ‘વોટરસીલ’નું PSV-PREMIX કેમિકલ નોન સિમેંટિયસ હોવાથી કાચ જેવી લીસી સપાટી પર પણ મજબૂત રીતે ચોંટી રહે છે અને લાંબા ગાળા નું રક્ષણ પૂરું પાડે છે.
ચાઇના મોઝેક, ટાઇલ્સ અથવા નવું પ્લાસ્ટર કરાવીએ તો તેને વોટરપ્રૂફિંગ કહેવાય?
ના. ચાઇના મોઝેક, ટાઇલ્સ અથવા નવું પ્લાસ્ટર કરાવવું એ વોટરપ્રૂફિંગ નથી.
ચાઇના મોઝેક અને ટાઇલ્સ મુખ્યત્વે ધાબાની સપાટીને સુરક્ષા અને આકર્ષક દેખાવ આપવા માટે લગાવવામાં આવે છે, જ્યારે નવું પ્લાસ્ટર જૂના ધાબાને લેવલ કરવા અને સપાટી સુધારવાનું કામ કરે છે.
વોટરપ્રૂફિંગ એ એક વિશિષ્ટ પ્રક્રિયા અને ટેકનોલોજી છે, જેના દ્વારા ધાબા, પાણીની ટાંકી, બાથરૂમ, ગેલેરી અને સ્વિમિંગ પૂલ જેવી સપાટીઓને પાણીના પ્રવેશ સામે સુરક્ષિત બનાવવામાં આવે છે. વોટરપ્રૂફિંગ ચાઇના મોઝેક અથવા ટાઇલ્સના સાંધાઓમાંથી થતી ભેજ અને લીકેજને રોકવામાં મદદ કરે છે તેમજ મકાનના સ્ટ્રક્ચર, સીલિંગ અને બાંધકામની આયુષ્ય વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
ચાઇના મોઝેક અથવા ટાઇલ્સ કરાવેલા ધાબામાં લીકેજ થતું હોય તો શું તેનું વોટરપ્રૂફિંગ શક્ય છે?
હા, ચોક્કસ શક્ય છે.
ચાઇના મોઝેક અથવા ટાઇલ્સ લગાવેલા ધાબાનું વોટરપ્રૂફિંગ PSV Premix નોન-સિમેન્ટિશિયસ સિસ્ટમ દ્વારા સરળતાથી કરી શકાય છે. તેની હાઇ-એડહેશન કોટિંગ ટેકનોલોજી લીસી સપાટી પર પણ મજબૂત પકડ બનાવે છે, જેના કારણે ચાઇના મોઝેક અથવા ટાઇલ્સ કાઢ્યા વગર જ અસરકારક વોટરપ્રૂફિંગ કરી શકાય છે.
આ પ્રક્રિયા ધાબાના સાંધા, માઇક્રો-ક્રેક્સ અને અન્ય લીકેજ પોઇન્ટ્સને સીલ કરીને સીલિંગમાં આવતું પાણી અને ભેજ અટકાવવામાં મદદ કરે છે.
નોંધ:
વોટરપ્રૂફિંગ પૂર્ણ થયા પછી ચાઇના મોઝેક અથવા ટાઇલ્સની ડિઝાઇન દેખાતી બંધ થઈ જાય છે અને ધાબા પર સફેદ, એકસરખું વોટરપ્રૂફ કોટિંગ દેખાય છે.
શું તમે આખા ધાબા પર જાળી (મેશ) પાથરીને કોટિંગ કરો છો?
ના. અમે આખા ધાબા પર જાળી પાથરીને કોટિંગ કરતા નથી.
અમે ફક્ત જ્યાં મોટી ક્રેક્સ, બોર્ડર જોડાણો (વાટા), બાઉન્ડ્રી વોલની તિરાડો અથવા લીકેજની સંભાવના વધુ હોય તેવા વિસ્તારોમાં જ અમારી ફ્લેક્સિબલ PPC મેટ ની 3 થી 4 ઇંચ પહોળી સ્ટ્રીપ લગાવીને તેને મજબૂત રીતે સીલ કરીએ છીએ.
આજે ઘણા વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરો આખા ધાબા પર સિન્થેટિક મેશ પાથરી તેના ઉપર ગ્રે અથવા વ્હાઇટ સિમેન્ટ અને કેમિકલનું કોટિંગ કરીને વોટરપ્રૂફિંગ કરતા હોય છે. તેઓ દાવો કરે છે કે આ પદ્ધતિથી ક્રેક્સ પડતી નથી.
પરંતુ વાસ્તવમાં આવી મેશ સિસ્ટમનો મુખ્ય ઉપયોગ નવા પ્લાસ્ટર અથવા રિપેરિંગ વર્કમાં પ્લાસ્ટરને વધારાની મજબૂતી આપવા માટે થાય છે. જૂના ધાબા પર સંપૂર્ણ મેશ સાથે કરાયેલા કોટિંગમાં તાપમાનના સતત ફેરફારોને કારણે સમય જતાં ઝીણી હેરલાઇન ક્રેક્સ ઊભી થઈ શકે છે, જેના કારણે ફરીથી સિપેજ શરૂ થવાની શક્યતા રહે છે.
કેટલાક કિસ્સાઓમાં કોટિંગની લેયર નુકસાન પામે પછી કોઈ એક જગ્યાએથી પકડ છૂટી જાય તો મેશ સાથેનો મોટો ભાગ એકસાથે ઊખડી પણ શકે છે.
તેથી અમે આખા ધાબા પર મેશ પાથરવાની જગ્યાએ માત્ર ક્રિટિકલ જોડાણો અને ક્રેક્સને ફ્લેક્સિબલ PPC મેટ દ્વારા રિઇન્ફોર્સ કરીને વધુ અસરકારક અને લાંબા ગાળાનું વોટરપ્રૂફિંગ સોલ્યુશન પ્રદાન કરીએ છીએ.
નવા મકાનના બાંધકામ વખતે વોટરપ્રૂફિંગ શા માટે મહત્વપૂર્ણ છે?
નવા મકાનના બાંધકામ સમયે વોટરપ્રૂફિંગ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે મકાનને લાંબા સમય સુધી મજબૂત અને લીકેજમુક્ત રાખવામાં સહાય કરે છે. અહીં એનું મહત્વ સમજાવતી મુખ્ય બાબતો છે:.
🔹 1. લીકેજ અને ભેજથી રક્ષણ
🔹 2. ઢાંચા – માળખા(Structure)ની મજબૂતી બચાવે છે
🔹 3. ભવિષ્યના ખર્ચો બચાવે છે
🔹 4. સાવચેતી રહે તો બીજું કામ સરળ બને
🔹 5. જીવનશૈલી પર અસર નહીં થાય
સારાંશે કહીએ તો, જ્યારે મકાનનું બાંધકામ ચાલુ હોય ત્યારે જ યોગ્ય વોટરપ્રૂફિંગ કરાવી લેશો તો તમારું મકાન વરસો સુધી સલામત, મજબૂત અને દેખાવદાર રહેશે.
શું તમે બિલ્ડિંગ અથવા ધાબાની હાલત પ્રમાણે વોટરપ્રૂફિંગ કરો છો?
હા, ચોક્કસ.
દરેક બિલ્ડિંગ અને ધાબાની સ્થિતિ અલગ હોય છે, તેથી દરેક જગ્યાએ એકસરખી વોટરપ્રૂફિંગ પદ્ધતિ અસરકારક સાબિત થતી નથી.
પાણી કયા કારણસર ટપકે છે, લીકેજ ક્યાંથી શરૂ થાય છે અને ધાબા અથવા સ્ટ્રક્ચરની હાલત કેવી છે તેનું યોગ્ય મૂલ્યાંકન કર્યા બાદ જ અમે યોગ્ય વોટરપ્રૂફિંગ સોલ્યુશન નક્કી કરીએ છીએ.
ઘણીવાર જૂનું પ્લાસ્ટર, વાટા અથવા ક્રેક્સ ખરાબ હાલતમાં હોય તો વોટરપ્રૂફિંગ પહેલાં જરૂરી જગ્યાએ કેમિકલયુક્ત પ્લાસ્ટર પેચવર્ક અને રિપેરિંગ કરાવવું આવશ્યક બને છે. યોગ્ય સપાટી તૈયાર કર્યા વગર કરાયેલ વોટરપ્રૂફિંગ લાંબા સમય સુધી ટકી શકતું નથી.
તેથી અમારી પ્રક્રિયામાં પ્રથમ સાઇટ ઇન્સ્પેક્શન અને સમસ્યાનું નિદાન, ત્યારબાદ સ્થિતિ મુજબ યોગ્ય રિપેરિંગ અને વોટરપ્રૂફિંગ સોલ્યુશન પસંદ કરવામાં આવે છે.
વિવિધ પ્રકારની જૂની છતો અને તેમની માટેના વોટરપ્રૂફિંગ ઉકેલો વિશે વધુ જાણવા → આ પોસ્ટ જુઓ.
Waterseal PSVનું વોટરપ્રૂફિંગ કેટલા વર્ષ સુધી ટકે છે?
જો WaterSeal Waterproofing અમારા સૂચન મુજબ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું હોય, તો તેનું પરિણામ સામાન્ય રીતે 5 થી 10 વર્ષ સુધી કે તેનાથી વધુ પણ ટકી શકે છે. કેમિકલ ની કાર્યક્ષમતા ધાબાની સપાટી, લગાડવા ની રીત અને ત્યારબાદ ની જાળવણી પર આધાર રાખે છે.
શું તમે ફક્ત અમદાવાદમાં વોટરપ્રૂફિંગ ની સર્વિસ આપો છો કે અન્ય શહેરોમાં પણ?
અમે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નિયમિત રીતે વોટરપ્રૂફિંગ સેવાઓ પ્રદાન કરીએ છીએ.
તે ઉપરાંત, 10,000 ચોરસ ફૂટથી મોટા પ્રોજેક્ટ્સ માટે અમે સમગ્ર ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં પણ સેવા આપી શકીએ છીએ.
અમદાવાદ બહારના પ્રોજેક્ટ્સ માટે ટ્રાન્સપોર્ટેશન, સ્ટાફ રોકાણ અને અન્ય સાઇટ સંબંધિત ખર્ચને ધ્યાનમાં રાખીને અમદાવાદના સ્થાનિક દરો કરતાં આશરે 20% વધારાનો ચાર્જ લાગુ પડી શકે છે.
ટૂંકમાં:
નિયમિત સેવાઓ અમદાવાદમાં ઉપલબ્ધ છે, જ્યારે મોટા પ્રોજેક્ટ્સ માટે સમગ્ર ભારતમાં સેવા આપી શકાય છે. સ્થળ અને પ્રોજેક્ટના કદ મુજબ ખર્ચમાં ફેરફાર થઈ શકે છે.
અમારા શહેરમાં વિશ્વાસપાત્ર વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર ઉપલબ્ધ નથી. મારા ધાબાનું માપ લગભગ 1000 થી 1200 ચોરસ ફૂટ છે. આવી સ્થિતિમાં તમે મને કેવી રીતે મદદ કરી શકો?
ઘણા શહેરો અને ગામોમાં અનુભવી વોટરપ્રૂફિંગ નિષ્ણાતો સરળતાથી ઉપલબ્ધ નથી, અથવા તેમની સેવા ખૂબ ખર્ચાળ હોય છે. આવી સ્થિતિમાં Waterseal તમને ટેક્નિકલ માર્ગદર્શન આધારિત DIY Waterproofing Solution પ્રદાન કરી શકે છે.
અહીં DIY Waterproofing નો અર્થ એ નથી કે તમારે બધું કામ જાતે જ કરવું પડશે. તેનો અર્થ એ છે કે કામ તમારી દેખરેખ હેઠળ, Waterseal દ્વારા સૂચવેલી પદ્ધતિ અને માર્ગદર્શન મુજબ કરવામાં આવે.
તમે સ્થાનિક પેન્ટર, રંગાઈ-પુતાઈ કામદાર અથવા સામાન્ય મજૂરની મદદ લઈ શકો છો, જ્યારે અમે તમને યોગ્ય પ્રક્રિયા, જરૂરી મટિરિયલ અને મહત્વના ટેક્નિકલ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપીએ છીએ. – વધુ જાણકારી માટે તમે DIY Waterproofing માર્ગદર્શિકા વાંચો.