અંદરની દિવાલોમાં ભેજ, ફૂગ, પોપડાની સમસ્યાનું કાયમી વોટરપ્રૂફિંગ
અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ Interior Wall Waterproofing Services in Gujarat
ભેજનું મૂળ કારણ શોધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ગેરંટી સાથે વોટરપ્રૂફિંગ સેવા
✅ ભેજનું ચોક્કસ નિદાન
✅ અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ
✅ પ્લાસ્ટર સુધીની ટ્રીટમેન્ટ
✅ ગેરંટી સાથે અંદરની દીવાલો નું વોટરપ્રૂફિંગ કરાવવા માટે હમણાં જ WhatsApp કરો -9825585997
અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ
Interior Wall Waterproofing – ભેજની સમસ્યાઓ નો કાયમી ઉકેલ
ઘરના અંદરના ભાગમાં ભેજ, પાણીનું ટપકાવું, છાલા પડવું કે પેઇન્ટ છૂટી જવું જેવી સમસ્યાઓ ખાસ કરીને વરસાદ પછી, અથવા બાથરૂમ અને રસોડા જેવી ભીના વિસ્તારની નજીક જોવા મળે છે. સમયસર યોગ્ય વોટરપ્રૂફિંગ ન કરાવવું વધારે નુકશાનદાયક સાબિત થઈ શકે છે — એના કારણે ફૂગનો વિકાસ, દિવાલો ખરાબ થવી કે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે.
દીવાલના ભેજની સમસ્યાનું વૈજ્ઞાનિક નિદાન અને ગેરંટી સાથે ઉકેલ
દીવાલમાં ભેજની સમસ્યાનું કાયમી નિરાકરણ મેળવવા માટે તેનું મૂળ કારણ જાણવું અને તેના આધારે યોગ્ય વોટરપ્રૂફિંગ કરવું અત્યંત જરૂરી છે.
માત્ર કલરકામ કરનાર અથવા કોન્ટ્રાક્ટરની સલાહ મુજબ કોઈપણ કેમિકલ, પૂટ્ટી અથવા કોટિંગનું લેયર લગાવી દેવાથી ભેજની સમસ્યા કાયમી રીતે દૂર થતી નથી. ઘણી વખત આવી કામગીરી માત્ર થોડા સમય માટે જ પરિણામ આપે છે.
અમે સૌપ્રથમ ભેજનું ચોક્કસ કારણ શોધી તેનું ટેકનિકલ નિદાન કરીએ છીએ. ત્યારબાદ સમસ્યાના મૂળ સ્ત્રોતને ધ્યાનમાં રાખીને યોગ્ય વોટરપ્રૂફિંગ સોલ્યુશન અમલમાં મૂકીએ છીએ.
અમારા દ્વારા કરવામાં આવતું વોટરપ્રૂફિંગનું કામ ગુણવત્તાસભર, વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત અને ગેરંટી સાથે કરવામાં આવે છે, જેથી તમને ભેજની સમસ્યાથી લાંબા ગાળાનો અને વિશ્વસનીય ઉકેલ મળે.

દીવાલોમાં ભેજ થવાના મુખ્ય કારણો
દીવાલોમાં ભેજ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. યોગ્ય કારણની ઓળખ કર્યા પછી જ તેનો કાયમી ઉકેલ શક્ય બને છે.
🔹 જમીનમાંથી ઊભરાતી ભેજ (Rising Dampness)
જ્યારે ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું હોય અથવા ભેજ રોકવાની વ્યવસ્થા નબળી હોય, ત્યારે જમીનની ભેજ દિવાલોમાં ઉપર ચડી આવે છે.
🔹 તિરાડો અને છિદ્રો
દીવાલ, છત અથવા બાહ્ય સપાટીમાં આવેલી તિરાડો અને છિદ્રોમાંથી વરસાદી પાણી અંદર પ્રવેશીને ભેજની સમસ્યા સર્જે છે.
🔹 બાથરૂમ અને રસોડાની જોડાયેલી દિવાલો
બાથરૂમ અથવા રસોડામાંથી થતી પાણીની લીકેજ ધીમે ધીમે આસપાસની દિવાલોમાં ફેલાઈને ભેજનું કારણ બને છે.
🔹 પાડોશની ભીની દિવાલો (ખાસ કરીને ફ્લેટમાં)
પડોશીના બાથરૂમ, રસોડા, પાણીની લાઇન અથવા ટાઇલ્સના જોડમાંથી થતી લીકેજ તમારી દિવાલોમાં પણ ભેજ પહોંચાડી શકે છે.
🔹 વીજળી અને પ્લમ્બિંગની ચેનલોમાંથી પાણીનો પ્રવેશ
વાયરિંગ અને પાઇપલાઇન માટે બનાવેલા ચેનલ અથવા ખાલી જગ્યાઓમાં પાણી પ્રવેશવાથી ભેજ દિવાલના અંદરના ભાગ સુધી પહોંચી શકે છે.
🔹 નબળી ગુણવત્તાનું પ્લાસ્ટર
નીચી ગુણવત્તાનો સિમેન્ટ, ક્ષારવાળી (ખારી) રેતી અથવા ખોટા મિશ્રણથી બનાવેલા પ્લાસ્ટરમાં ભેજ ઝડપથી પ્રવેશી શકે છે, જેના કારણે સમય જતાં દીવાલો ખરાબ થવા લાગે છે.
🔹 બાહ્ય દિવાલોનું અપૂરતું વોટરપ્રૂફિંગ
બહારની દિવાલો પર યોગ્ય વોટરપ્રૂફિંગ ન હોય તો વરસાદી પાણી દિવાલમાં શોષાઈને અંદર ભેજ ઉત્પન્ન કરે છે.

અંદરની દિવાલોના વોટરપ્રૂફિંગની પ્રક્રિયા
ભેજગ્રસ્ત દિવાલોમાંથી જૂનું અને નુકસાન થયેલું પ્લાસ્ટર ઈંટો સુધી દૂર કરીને સપાટી વાયર બ્રશ અને પાણીથી સારી રીતે સાફ કરવામાં આવે છે.
ત્યારબાદ PSV Premix યુક્ત પ્રાઇમર કોટિંગ આપવામાં આવે છે. નવા પ્લાસ્ટરમાં પણ PSV Premix નું યોગ્ય પ્રમાણ ઉમેરવામાં આવે છે, જેથી પ્લાસ્ટર સ્તરથી જ વોટરપ્રૂફિંગની અસર શરૂ થાય.
પ્લાસ્ટર પૂર્ણ થયા બાદ જરૂરી ક્યોરિંગ કરવામાં આવે છે અને પછી PSV Premix આધારિત બે સુરક્ષાત્મક કોટિંગ આપવામાં આવે છે, જે ભેજ સામે વધારાનું રક્ષણ આપે છે.
અંતિમ ફિનિશિંગમાં પણ PSV Premix નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી દિવાલોને લાંબા સમય સુધી ભેજ અને લીકેજથી સુરક્ષા મળે.
✅ ભેજ સામે લાંબા ગાળાનું રક્ષણ
✅ મજબૂત અને ટકાઉ પ્લાસ્ટર
✅ અનુભવી ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત કામ
✅ ફરીથી ભેજ થવાની શક્યતા ઓછી થાય છે
આંતરિક દિવાલ વોટરપ્રૂફિંગ નો ભાવ – ₹150/- પ્રતિ ચો.ફૂટ
જૂનું ભેજગ્રસ્ત પ્લાસ્ટર ઈંટો સુધી દૂર કરી, PSV યુક્ત પ્લાસ્ટર અને PSV Premix ના 3 કોટિંગ સાથે.
✅ આ ભાવમાં માલસામાન, મજૂરી અને સાફસફાઈનો સમાવેશ થાય છે.
નોંધ: પુટટી અને કલરકામ તમારા સ્થાનિક પેન્ટર પાસે10 દિવસ પછી કરાવવું
દિવાલમાં વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો
અંદરની દિવાલમાં ભીનાશ અને પોપડા ઊખડતા હોય તો શું વોટરપ્રૂફિંગથી સમસ્યા દૂર થઈ શકે?
હા. જો ભીનાશનું મૂળ કારણ ઓળખીને યોગ્ય વોટરપ્રૂફિંગ કરવામાં આવે, તો દિવાલમાં પાણીનો પ્રવેશ અટકાવી શકાય છે. ત્યારબાદ પોપડા ઊખડવાની, રંગ ખરાબ થવાની અને ફૂગ લાગવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
અંદરની દિવાલમાં ભીનાશ શા માટે આવે છે?
ભીનાશના મુખ્ય કારણોમાં બહારની દિવાલમાંથી પાણીનો પ્રવેશ, બાથરૂમ અથવા પાણીની લાઇનનું લીકેજ, છતનું લીકેજ અને ગ્રાઉન્ડ મોઈશ્ચરનો સમાવેશ થાય છે. યોગ્ય ઉકેલ માટે પહેલા ભીનાશનું સાચું કારણ શોધવું જરૂરી છે.
માત્ર ફરીથી રંગ કરાવવાથી ભીનાશની સમસ્યા દૂર થઈ જાય છે?
ના. માત્ર પેઇન્ટ અથવા પુટ્ટી કરાવવાથી ભીનાશનું મૂળ કારણ દૂર થતું નથી. જો પાણીનો પ્રવેશ ચાલુ રહે તો થોડા સમયમાં ફરીથી પોપડા, ડાઘ અને ફૂગ દેખાવા લાગે છે. તેથી વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે.
અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ કર્યા પછી કેટલા સમયમાં પરિણામ જોવા મળે છે?
વોટરપ્રૂફિંગ પૂર્ણ થયા પછી દિવાલમાં રહેલી ભેજ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. દિવાલ સંપૂર્ણપણે સુકાવા માટે સામાન્ય રીતે થોડા અઠવાડિયાથી લઈને કેટલાક મહિના લાગી શકે છે, જે ભીનાશના પ્રમાણ પર આધાર રાખે છે.
શું અંદરની દિવાલનું વોટરપ્રૂફિંગ તોડફોડ વગર થઈ શકે છે?
મોટાભાગના કિસ્સાઓમાં હા. ભીનાશના કારણ અને દિવાલની સ્થિતિ મુજબ ખાસ વોટરપ્રૂફિંગ કોટિંગ, કેમિકલ ટ્રીટમેન્ટ અથવા ઇન્જેક્શન પદ્ધતિ દ્વારા ઓછામાં ઓછી તોડફોડ સાથે અસરકારક ઉકેલ આપી શકાય છે.