Underground તથા Overhead પાણીની ટાંકીઓ માટે ગુણવત્તાસભર વોટરપ્રૂફિંગ સેવા..
પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ અને લીકેજ રિપેર
ટાંકીમાં લીકેજ, સિપેજ, તિરાડો અને પાણીના નુકસાનની સમસ્યા માટે Waterseal વૈજ્ઞાનિક પદ્ધતિથી કાયમી અને વિશ્વસનીય ઉકેલ પ્રદાન કરે છે.
✅ નવી અને જૂની ટાંકી માટે સેવા
✅ લીકેજ અને સિપેજનું સમાધાન
✅ પીવાના પાણી માટે સલામત સિસ્ટમ
✅ પાંચ વર્ષની ગેરંટી સાથે કામ
પાણીની ટાંકીમાં લીકેજ શા માટે થાય છે?
પાણીની ટાંકીમાં લીકેજ અને સિપેજ થવાના મુખ્ય કારણો:
- RCC માં તિરાડો પડવી
- ટાઇલ્સ ના જોઇન્ટ ખૂલી જવા
- પ્લાસ્ટર અથવા કોટિંગ ખરાબ થવું
- બાંધકામ દરમિયાન ખામી રહેવી
- કન્સ્ટ્રક્શન જોઇન્ટમાંથી પાણી પસાર થવું
- જૂના વોટરપ્રૂફિંગ લેયરનું નુકસાન
- સતત પાણીના દબાણને કારણે સિપેજ થવું
- ધરતીકંપ ના હળવા-ભારે આંચકાની અસર
યોગ્ય કારણની ઓળખ કર્યા પછી જ અસરકારક વોટરપ્રૂફિંગ શક્ય બને છે.
શા માટે Waterseal?
30+ વર્ષોના વિશાળ અનુભવ થી લિકેજનું ચોક્કસ નિદાન અને યોગ્ય ઉપચાર
અમે માત્ર લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ સૌપ્રથમ સમસ્યાનું મૂળ કારણ શોધીએ છીએ અને ત્યારબાદ યોગ્ય વોટરપ્રૂફિંગ સિસ્ટમ લાગુ કરીએ છીએ.
ગુણવત્તાસભર કેમિકલ્સ
Waterseal PSV Premix અને Waterseal PSV Liquid આધારિત સિસ્ટમ દ્વારા મજબૂત અને ટકાઉ સુરક્ષા પ્રદાન કરીએ છીએ.
અમારી અનુભવી ટીમ દ્વારા ગેરંટી સાથે કામ કરવામાં આવે છે.
અમારી વોટરપ્રૂફિંગ પ્રક્રિયા
પગલું 1: સપાટીની તૈયારી
ટાંકીની અંદરની સપાટીને સંપૂર્ણ રીતે સાફ કરીને વોટરપ્રૂફિંગ માટે તૈયાર કરવામાં આવે છે.
પગલું 2: તિરાડો અને ખામીઓનું સમારકામ
બધી તિરાડો, હનીકોમ્બ અને નબળા ભાગોનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે છે.
પગલું 3: ટાઇલ્સના સાંધા અને ક્રેકનું સીલિંગ
દરેક સાંધા અને તિરાડને PPC Mat વડે મજબૂત રીતે સીલ કરવામાં આવે છે.
પગલું 4: પ્રથમ કોટિંગ
PSV Premix અને પાણીનું 1:1 પ્રમાણ રાખી પ્રથમ વોટરપ્રૂફિંગ કોટિંગ કરવામાં આવે છે.
પગલું 5: વધારાના ત્રણ કોટિંગ
પ્રથમ કોટિંગ સુકાયા બાદ PSV Premix અને પાણીનું 1:½ પ્રમાણ રાખી વધુ ત્રણ સુરક્ષાત્મક કોટિંગ કરવામાં આવે છે.
પગલું 6: ક્યોરિંગ અને લીકેજ ચેકિંગ
કોટિંગ પૂર્ણ થયા પછી ટાંકીને 48 કલાક સુધી સંપૂર્ણ સુકાવા માટે ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ પાણી ભરી 24 કલાક સુધી રાખી લીકેજ ચેકિંગ કરવામાં આવે છે.
પગલું 7: અંતિમ ઉપયોગ
લીકેજ ચેકિંગ પૂર્ણ થયા બાદ ટાંકીનું પાણી સંપૂર્ણ ખાલી કરીને નવું પાણી ભરવામાં આવે છે અને ટાંકીને નિયમિત ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે.
શા માટે PSV Premix કેમિકલ?
Waterseal PSV Premix પાણીના સતત સંપર્કમાં રહેતી સપાટીઓ માટે ખાસ વિકસાવવામાં આવેલ એક આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાની વોટરપ્રૂફિંગ સિસ્ટમ છે. તેની વિશિષ્ટ રચના લાંબા સમય સુધી ટકાઉ સુરક્ષા અને ઉત્તમ પ્રદર્શન પ્રદાન કરે છે.
✔ મજબૂત અને ટકાઉ કોટિંગ
પાણીના સતત સંપર્કમાં પણ લાંબા સમય સુધી અસરકારક રક્ષણ આપે છે.
✔ ઉત્તમ લવચીકતા (Flexibility)
તાપમાનના ફેરફાર અને સપાટીના હલનચલનને કારણે નવી તિરાડો પડવાની શક્યતા ઘટાડે છે.
✔ શ્રેષ્ઠ એડહેશન (Bonding Strength)
RCC, પ્લાસ્ટર અને ટાઇલ્સ જેવી વિવિધ સપાટીઓ સાથે મજબૂત બંધારણ બનાવે છે.
✔ શેવાળ, ફૂગ અને બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે
પાણી સંગ્રહ કરતી ટાંકીઓ અને અન્ય ભેજવાળી જગ્યાઓને વધુ સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.
✔ બહુવિધ ઉપયોગ માટે યોગ્ય
નવી અને જૂની પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પુલ, ટેરેસ ગાર્ડન, ફુવારા તથા અન્ય પાણી સંગ્રહ કરતી રચનાઓ માટે યોગ્ય છે.
✔ પીવાના પાણી માટે સલામત
ઇકો-ફ્રેન્ડલી ફોર્મ્યુલેશન હોવાથી પીવાના પાણીની ટાંકીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
✔ એર-ટાઈટ વોટરપ્રૂફ કવચ
ચાર કોટિંગ પછી મજબૂત અને સતત વોટરપ્રૂફ લેયર બનાવે છે, જે પાણીના પ્રવેશને રોકવામાં મદદ કરે છે.
Waterseal PSV Premix Waterproofing Chemical is a high-quality, single-component, ready-to-use waterproofing solution
અમે કેવી ટાંકીઓને વોટરપ્રૂફિંગ કરીએ છીએ?
✅ Underground પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ
✅ ઓવરહેડ પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ
✅ RCC પાણી સંગ્રહ ટાંકીનું વોટરપ્રૂફિંગ
✅ ટાઇલ્સવાળી પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ
✅ સ્વિમિંગ પુલનું વોટરપ્રૂફિંગ
✅ ફુવારા અને પાણી સંગ્રહ કુંડીનું વોટરપ્રૂફિંગ
✅ ટેરેસ ગાર્ડનના સોઇલ બોક્સનું વોટરપ્રૂફિંગ
✅ એક્વેરિયમ (માછલીની ટાંકી)નું વોટરપ્રૂફિંગ
✅ જકુઝી અને બાથટબનું વોટરપ્રૂફિંગ
✅ કોમર્શિયલ પાણી સંગ્રહ ટાંકીઓનું વોટરપ્રૂફિંગ
✅ ઔદ્યોગિક (Industrial) પાણીની ટાંકીઓ
✅ કૃષિ ઉપયોગની પાણીની ટાંકીઓનું વોટરપ્રૂફિંગ
✅ કેનાલ, નહેરો અને જળમાર્ગોનું વોટરપ્રૂફિંગ
✅ માછલી ઉછેર માટેના તળાવો નું વોટરપ્રૂફિંગ
કોઈપણ ટાંકીના વોટરપ્રૂફિંગ માટે મહત્વની સૂચનાઓ
🔸 વોટરપ્રૂફિંગ શરૂ કરતા પહેલાં ટાંકીની સપાટી સંપૂર્ણપણે સૂકી અને સ્વચ્છ હોવી જરૂરી છે.
🔸 કામ પૂર્ણ થયા બાદ ટાંકીને ઓછામાં ઓછા 24 કલાક સુધી ખુલ્લી રાખવી, જેથી કોટિંગ સંપૂર્ણ રીતે સુકાઈ શકે.
🔸 ત્યારબાદ ટાંકીમાં પાણી ભરી 48 કલાક સુધી રાખીને એકવાર ખાલી કરી દેવું.
🔸 ત્રીજા દિવસે નવું પાણી ભરી ટાંકીનો નિયમિત ઉપયોગ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.
🔸 આ પદ્ધતિ ટાંકીની સુરક્ષા વધારવા ઉપરાંત તેની કાર્યક્ષમતા અને આયુષ્ય વધારવામાં પણ મદદરૂપ બને છે.
અમદાવાદમાં પાણીની ટાંકી વોટરપ્રૂફિંગના ભાવ
✅ જૂની અને નવી RCC પાણીની ટાંકી: ₹120 પ્રતિ ચોરસ ફૂટ
✅ ટાઇલ્સવાળી પાણીની ટાંકી: ₹150 પ્રતિ ચોરસ ફૂટ
✅ ન્યૂનતમ બિલિંગ: ₹10,000
- દરેક માલસામાન. મજૂરી અને 5 વર્ષની લેખિત ગેરેન્ટી
- 100% લીકેજ પ્રૂફ વોટરપ્રૂફિંગ
- પીવાના પાણી માટે સલામત અને હાઇજેનિક સોલ્યુશન
- લાંબા સમય સુધી ટકાઉ સુરક્ષા
એસ્ટીમેટ જાણવા Water Tank Waterproofing Calculator વાપરો. અને ફ્રી ઇન્સ્પેક્શન માટે આજે જ WhatsApp કરો.
ટાંકીના વોટરપ્રૂફિંગને સ્ટેપ બાય સ્ટેપ - સમજવા માટે સંપૂર્ણ વોટરપ્રૂફિંગ મેથડના વિડીયો
પાણીની ટાંકીના વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સ વિશે સામાન્ય પ્રશ્નો
હું મારા ઓવરહેડ ટાંકીમાંથી પાણીના લીકેજને કેવી રીતે રોકી શકું?
ઓવરહેડ ટાંકીનું લીકેજ અટકાવવા માટે પહેલા સપાટી સારી રીતે સાફ કરો અને તિરાડો રિપેર કરો. ત્યારબાદ, બ્રશ અથવા રોલર વડે Waterseal PSv-PREMIX જેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ કેમિકલ લગાવો. ટાંકી ફરીથી ઉપયોગમાં લેવા પહેલાં તેને સંપૂર્ણપણે સુકાઈ જવા દો.
પાણીની ટાંકી માટે શ્રેષ્ઠ વોટરપ્રૂફિંગ કેમિકલ કયું છે?
Waterseal PSv-PREMIX લાંબા સમય સુધી અસરકારક રક્ષણ માટે આદર્શ છે. તે એક લવચીક, તૈયાર-ઉપયોગ (ready-to-use) કોટિંગ છે, જે ખાસ કરીને RCC ટાંકી, ભૂગર્ભ ટાંકી અને પ્લાસ્ટિક ટાંકી માટે ડિઝાઇન કરાયું છે. તેને કોઈપણ પ્રકારના સિમેન્ટ સાથે મિક્સ કરવાની જરૂર નથી.
શું હું વ્યાવસાયિક મદદ વિના જાતે પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ કરી શકું?
હા, DIY વોટરપ્રૂફિંગ સરળતાથી કરી શકાય છે. ફક્ત PSv-PREMIX ને સમાન માત્રામાં પાણી સાથે મિક્સ કરો અને ટાંકીની અંદર બે કોટમાં બ્રશ/રોલર વડે લગાવો. તે તમને કોન્ટ્રાક્ટરને રાખ્યા વિના જ વ્યાવસાયિક પરિણામ આપે છે અને પૈસા પણ બચાવે છે.
મારી ભૂગર્ભ ટાંકીમાં જમીનમાંથી પાણી ઘૂસી આવે છે, તો શું કરવું?
જો આસપાસની જમીનમાંથી સક્રિય રીતે પાણી અંદર ઘૂસી રહ્યું હોય, તો Waterseal Quick Seal Powder (10kg પેક) નો ઉપયોગ કરો. આ ખાસ પાવડર તરત જ સક્રિય પાણીના પ્રવાહને રોકી દે છે અને ભૂગર્ભ ટાંકી અથવા ભોંયરાના લીકેજ માટે શ્રેષ્ઠ છે.
👉 ઑર્ડર કરવા માટે અહીં ક્લિક કરો: Quick Seal Powder