ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો

ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો અને પોતે કામ કરાવો : શરૂ થી અંત સુંધી પગલે – પગલે માર્ગદર્શન

ધાબામાં તિરાડો પડવાથી અને ભેજ જામવાથી સમય જતાં પાણીનું લીકેજ, માળખાકીય નુકસાન અને ફૂગનો વિકાસ થાય છે. આ મુશ્કેલીઓથી બચવા માટે ધાબાનું  વોટરપ્રૂફિંગ શીખો. તે અત્યંત આવશ્યક છે.

જો તમે વધારા નો ખર્ચ બચાવવા  ઈચ્છતા હો અને જાતે જ સારું કામ  કરવાનું વિચારી રહ્યા હો, તો આ માર્ગદર્શિકા તમને લાંબા સમય માટે વોટરપ્રૂફિંગ સુરક્ષા મેળવવામાં ઘણી મદદ કરશે.

મહત્વની સલાહ: ધાબાને  લીકેજથી સાચવવા માટે થોડું આયોજન અને યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કામમાં અને Cost માં  મોટો ફરક લાવી શકાય છે.

Table of Contents -ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો

વોટરસીલ PSv -Premix નો ઉપયોગ કરો અને કામ સહેલુ બનાવો

જો તમે “વોટરસીલ PSv -Premix .” વોટરપ્રૂફિંગ કેમિકલનો ઉપયોગ કરો છો, તો ખાસ નિષ્ણાત બોલાવવાની જરૂર નથી. ફક્ત સામાન્ય પેઇન્ટર (ચૂનો-ડિસટેમ્પર કરનાર) અને એક મજૂર.એમ બે માણસો થી તમારું આ કામ સરળતાથી કરાવી શકાય છે. તમારે માત્ર નીચેના બાબતોનું ધ્યાન રાખવું પડશે:

  • મજૂર પાસે ધાબાની સંપૂર્ણ સફાઇ કરાવવી અને તિરાળો  માં ભરાયેલ કચરો સાફ કરાવીને ધાબું ધોવડાવવું.
  • પેઇન્ટરને કામ કરતાં પેહલા યોગ્ય માર્ગદર્શન આપો
  • મિશ્રણનો અનુપાત સાચો -અમારા જણાવ્યા મુજબ જ રાખો. પેન્ટર ને તેની મરજી મુજબ પાણી મિલાવવા ના દો.
  • અમારા સૂચન પ્રમાણે કામની દેખરેખ રાખો

આ રીતે તમારું કામ ટકાઉ, અસરકારક અને બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં પૂરું થશે. પેઇન્ટરના આત્મવિશ્વાસ પર આધાર ન રાખતા તેની પાસે સૂચનાઓ ને અનુસરાવો

DIY ટેરેસ વોટરપ્રૂફિંગ માટે જરૂરી સામગ્રી

તમે શરૂ કરો તે પહેલાં, નીચેની સામગ્રી એકત્રિત કરો:

  • વોટરસીલ પીએસવી -પ્રિમિક્સ

  • સ્વચ્છ પાણી

  • ક્રેક સીલંટ પીપીસી મેટ

  • પેઇન્ટ રોલર અથવા બ્રશ

  • મકાન ધોળનાર કારીગર  અને એક મજૂર 
વોટરપ્રૂફિંગ કરવા ફક્ત ઘરમાં કલરકામ કરનારને બોલાવો
પહેલું સ્ટેપ : સપાટી સારી રીતે સાફ કરો
બીજું સ્ટેપ : પહેલો કોટ લગાવો. 1 ભાગ કેમિકલ +2 ભાગ પાણી
ત્રીજું સ્ટેપ : તિરાડો યોગ્ય રીતે 1 ભાગ કેમિકલ +1 ભાગ પાણી થી ભરો.
ચોથું સ્ટેપ : તિરાડો અને વાટા ને કાયમી શીલ કરવા માટે PPC મેટ લગાવો.
ચોથું સ્ટેપ : તિરાડો અને વાટા ને કાયમી શીલ કરવા માટે PPC મેટ લગાવો.
વોટરપ્રૂફિંગ શીખો
પાંચમું છેલ્લું સ્ટેપ : વોટરપ્રૂફિંગના 2 ફાઇનલ કોટીંગ લગાવો

5 સરળ પગલાં થી ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો…

તમે જાતે ટેરેસ વોટરપ્રૂફિંગ કરવાનું વિચારી રહ્યા હો, તો આ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા તમને લિકેજ અટકાવામાં સફળતા અપાવશે.

પહેલું સ્ટેપ : સપાટી સારી રીતે સાફ કરો

ટેરેસ પરથી ધૂળ, કચરો, લીલ  અને જૂના પેઇન્ટને દૂર કરો. જ્યાં તિરાડો અથવા ખાડા  હોય ત્યાંનો સિમેન્ટ ખોલી, સાફ કરો. તિરાડને જલ્દી ખોલવા માટે હેન્ડ ગ્રાઈન્ડર નો ઉપયોગ કરી શકાય છે – પણ ધ્યાન રાખો કે આ જોખમભર્યું કામ છે અને તે માટે માત્ર અનુભવી કારીગર ને જ જવાબદારી આપવી. અથવા  કડીયાનો મજૂર છીણી  કે જાડા ડિસમિસ થી આ કામ કરાવો. આખા ધાબા ને પાણી થી ધોઈને સાફ કરાવો.

બીજું સ્ટેપ : પહેલો કોટ લગાવો.જેને પ્રાઈમરકોટ તરીકે ઓળખાય છે.

સુનિશ્ચિત કરો કે સપાટી સંપૂર્ણપણે શુષ્ક અને સ્વચ્છ હોય. સફાઈ પછી જ કોઈ પણ રાસાયણિક દ્રાવણ લગાવવું.     1 ભાગ PSv-PREMIX અને 2 ભાગ શુદ્ધ પાણી મિક્સ કરો. વાંસના સળી વાળા  સાવરણા  વડે આ મિશ્રણને સમાન રીતે લગાવો. આ મિશ્રણ પાણીને ચૂસી લેતા છિદ્રો ,નાની-મોટી  અને બારીક  તિરાડોમાં પ્રવેશી ને  તેમને ભરી દે છે અને ક્રેક ને સીલ કરે છે.આ મિશ્રણ હવે જ્યાં પાણી ઉતરતું હતું ત્યાં પહોંચીને જામી જશે,તેથી લીકેજ થવાં રસ્તા શીલ થશે.

ત્રીજું સ્ટેપ : તિરાડો  યોગ્ય રીતે કેમિકલ થી ભરો.

પ્રાઇમર કોટિંગ થી નાના છિદ્રો અને નાની તીરડો ભરાઈ ગઈ છે. હવે મોટી તિરાળો ને ભરવા માટે સરખા પ્રમાણમાં 1 ભાગ PSv-PREMIX અને 1 ભાગ શુદ્ધ પાણી મિક્સ કરો.  અને આ મિશ્રણ નાના જગ અથવા ડબ્બા થી દરેક કરેકો પર રેલાવો એટલે ક્રેકની બાકી બચેલી જગ્યા  પુરાઈ જશે. અડધો કલાક સુકાવા દો. પછી લાપીના પતરાં વડે ડાયરેક્ટ  PSv-PREMIX થી  ક્રેક ને સમતલ (લેવલ) કરો.

ચોથું સ્ટેપ : તિરાડો અને વાટા ને કાયમી શીલ કરવા માટે PPC મેટ લગાવો.

બાઉન્ડ્રી સાંધા(વાટા), પાઇપની  આસપાસ અને દૃશ્યમાન તિરાડો માટે PSv-PREMIX સાથે PPC મેટનો ઉપયોગ કરો. આ સંયોજન લાંબો સમય ચાલે એવી મજબૂત સીલ બનાવે છે.પહેલા 1 ભાગ PSv-PREMIX અને 1 ભાગ પાણીના મિશ્રણ માં તિરાડ પ્રમાણે કાપેલી મેટ ને પલાળી  ક્રેક પર  ફિનિશિંગ થી હવા કે કરચલી ના રહે તે રીતે ચોંટાળો . 

પાંચમું છેલ્લું સ્ટેપ  : વોટરપ્રૂફિંગના 2 ફાઇનલ કોટીંગ લગાવો

  • પહેલુ કોટિંગ તો બીજા સ્ટેપમાં ડબલ પાણી નાખી કરી દીધું છે,તેના પછી ક્રેક ફિલિંગ નું કામ ફિનિશિંગ માં પતાવી દીધા પછીનો છેલ્લો ભાગ  હવે આવે છે.  

  • હવે મજબૂતી માટે નું બીજું કોટિંગ – સરખા ભાગે કેમિકલ અને પાણી મીક્ષ કરો એટલે કે; 1 ભાગ PSv-PREMIX અને 1 ભાગ પાણી મિક્સ કરો અને બ્રશ કે રોલરથી કોઈપણ એક દિશામાં લગાવો
  • 1–2 કલાક પછી ત્રીજો કોટ એવી જ રીતે પહેલાથી વિરુધ્ધ દિશામાં લગાવો

ત્રીજુ  કોટીંગ વધુ મજબૂતી  સાથે ફિનિશિંગ અને વોટર રિપાલનસી લેયર બનાવે છે, જે લાંબાગાળાનું રક્ષણ અને પાણીને સરકાવવાનું કામ કરે છે.

ટેરેસ વોટરપ્રૂફિંગ જાતે કરો: ત્રણ ભાગમાં મૂકેલા નીચેના વિડીયો તમને ઉપયોગી થશે.

ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો- અભ્યાસક્રમના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે!

આ વિડિઓમાં, તમે વોટરપ્રૂફિંગની મૂળભૂત બાબતો, તેનું મહત્વ અને મૂળભૂત તકનીકો શીખી શકશો. જો તમે ઘર, છત, બાથરૂમ અથવા અન્ય માળખામાં પાણીના લીકેજની સમસ્યાથી બચવા માંગતા હો, તો આ કોર્સ તમારા માટે યોગ્ય છે!

આ વિડિઓમાં તમે શું શીખી શકશો?

✅ વોટરપ્રૂફિંગનો પરિચય

✅ પાણીના લીકેજના કારણો અને ઉકેલો

✅ મૂળભૂત વોટરપ્રૂફિંગ તકનીકો

વોટરપ્રૂફિંગ તાલીમ અભ્યાસક્રમ ભાગ-૨ | નાની તિરાડો કેવી રીતે સીલ કરવી?

આ વિડિઓમાં, તમે શીખી શકશો કે તિરાડો કેવી રીતે ઓળખવી, તેને કેવી રીતે સાફ કરવી અને પાણીના લીકેજને સંપૂર્ણપણે બંધ કરવા માટે તેને યોગ્ય રીતે સીલ કેવી રીતે કરવી. વોટરપ્રૂફિંગ શીખો તાલીમ અભ્યાસક્રમનો આ  બીજો ભાગ છે, 

 ભાગ-૨ માં તમે શું શીખી શકશો?

✅ નાની તિરાડો કેવી રીતે  લીકેજનું કારણ કેમ બને છે?

✅ તિરાડો સીલ કરવા માટે શ્રેષ્ઠ સામગ્રી

✅ તિરાડો સીલ કરવા માટે પગલું-દર-પગલાની પ્રક્રિયા

વોટરપ્રૂફિંગ તાલીમ અભ્યાસક્રમનો ભાગ-3  100% વોટરપ્રૂફ કોટિંગ કેવી રીતે લગાવવું?

જેથી લાંબા સમય સુધી પાણીનું લીકેજ ન થાય. છત હોય, દિવાલો હોય કે કોઈપણ સપાટી હોય, યોગ્ય વોટરપ્રૂફિંગ તમારા કાર્યને ટકાઉ અને મજબૂત બનાવશે.પેઇન્ટિંગનું કામ કરનાર કોઈપણ કારીગર Waterseal PSv -Premix થી વોટરપ્રૂફિંગ કરી શકે છે.

કેટલા કેમિકલ માં શું કવરેજ મળશે?

✅ 50 કિલો PSV PREMIX નો ઉપયોગ 600 ચોરસ ફૂટમાં યોગ્ય કોટિંગના 4 સ્તરો લાગુ કરવા માટે.

✅ નાની-મોટી તિરાડોને યોગ્ય રીતે સીલ કરવા PPC Mat વાપરો.