પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ શીખો - Waterseal ના નિષ્ણાત સાથે - 100% લીક-પ્રૂફ ઉપાય.
શું તમારી પાણીની ટાંકી વારંવાર લીક થાય છે? ચિંતા નહીં! Waterseal ની ઉદ્યોગ-પ્રમાણિત Waterproofing Technology સાથે મેળવો લાંબા ગાળાનું, સલામત અને આરોગ્યપ્રદ સોલ્યુશન.આ પેજમાં તમે શીખશો:
✔ ઓવરહેડ અને ભૂગર્ભ બંને ટાંકી માટે અસરકારક પદ્ધતિ
✔ પીવાના પાણી માટે 100% સલામત કોટિંગ
✔ શેવાળ, ફૂગ અને બેક્ટેરિયાને રોકતું સોલ્યુશન
✔ નવા ઘરો તથા જૂના બાંધકામોમાં તિરાડ અને સીપેજની સમસ્યાનો અંત
👉 Waterseal સાથે તમારી ટાંકી બની જશે સંપૂર્ણ Leak-Proof & Hygienic!
નવી કે જૂની ટાંકીમાં લીકેજ?
ટાંકીમાં સમય જતા તિરાડો પેદા થવાથી પાણી લીકેજ.
🔸 દિવાલોની સજાવટ બગાડે છે
🔸 ફૂગ, શેવાળ અને બેક્ટેરિયાને આમંત્રણ આપે છે
🔸 આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે
સરળ, ઝડપી અને લાંબો સમય ચાલે.
✔️ દરેક કોન્ક્રીટ,સિમેન્ટ કે ટાઇલ્સ ટાંકીનું વોટરપ્રૂફિંગ
✔️ PSv- Premix જે ટાંકી માટે 100% સુરક્ષિત છે
✔️ ટાઇલ્સ વાળી ટાંકીનું પણ વોટરપ્રૂફિંગ કરી શકાય
✔️ તિરાડ, શેવાળ અને લીકેજથી લાંબા ગાળાનું રક્ષણ
બધા કેમ Waterseal ને પસંદ કરે છે ?
🔹 30 વર્ષથી વધુનો અનુભવ
🔹 ઠંડી,ગરમી અને ભેજ દરેક માટે સમાન કેમિકલ.
🔹 100% લીક-પ્રૂફ ગેરંટી
🔹 તોડફોડ વગરની સાફ-સુથરી પદ્ધતિ
તમારી Underground કે Overhead ટાંકી માટે સલામત અને ટકાઉ વોટરપ્રૂફિંગ મેળવવા માટે Waterseal પર ભરોસો રાખો.
➡️ તમારા ઘરની ટાંકી ને શેવાળ અને ફૂગથી બચાવવી છે?
➡️ તમારા ઘરને ટાંકીના લીકેજથી થતાં નુકશાનથી બચાવવું છે?
➡️ પીવાના પાણી માટે સુરક્ષિત અને અસરકારક કોટિંગ જોઈએ છે?
➡️ તો હવે Waterseal PSv Premix નો ઉપયોગ કરો.
અમારા વોટરપ્રૂફિંગ નિષ્ણાતને આજે જ કોલ કરો – 9825585997 અને તમારી ટાંકીને નવું જીવન આપો!

પગલું 1: ટાંકીની સફાઈ કરો
🔹 ટાંકીની અંદરની બાજુને સાફ કરો.
🔹 શેવાળ, ધૂળ અને જૂનું કોટિંગ જો હોય તો દૂર કરો.
🔹 જરૂર હોય તો વાયર બ્રશ ઉપયોગ કરો
પગલું 2: તિરાડો અને જોયન્ટ્સને ભરો.
🔹 ટાંકીમાં તિરાડ હોય તો તેને હેન્ડ સ્ક્રેપર વડે ખોલો.
🔹 PSv Premixમાં પુટ્ટી પેસ્ટ બનાવો અને તિરાડ ભરો.
🔹 જો,ટાઇલ્સ હોય તો દરેક સાંધા PPC Mat થી ભરો.
પગલું 3: પ્રાઇમિંગ કરો
🔹 1 :1 Premix +પાણી મિક્સ કરી પ્રાઇમર બનાવો.
🔹 બ્રશથી ટાંકીની અંદર સંપૂર્ણ સપાટીએ કોટિંગ કરો
🔹 તેનું ઢાંકણ ખુલ્લુ રાખી સંપૂર્ણપણે સૂકાવા દો.
પગલું 4: PSv Premix કોટિંગ કરો
🔹 હવે PSv Premix કેમિકલનો સીધો જ ઉપયોગ કરો
🔹 બ્રશ કે રોલર વડે ટાંકીની અંદર 2 કોટીંગ લગાવો.
🔹 દરેક કોટ વચ્ચે 4 થી 6 કલાકનો સમય રાખો.
પગલું 5: આખરી ચકાસણી
✅ કોટિંગ એકસમાન છે કે નહીં
✅ કોઈ સાંધા કે જગ્યાઓ છૂટી તો નથી?
✅ કોટિંગ પછી 24 કલાક સુધી ટાંકીનું પાણી બંધ રાખો
✅ પરિણામ:
તમારી ટાંકી બનશે 100% લીક-પ્રૂફ, ફૂગમુક્ત અને પીવા યોગ્ય પાણી માટે સલામત.જો તમે વોટરસીલ પીએસવી પ્રીમિક્સ ખરીદવા ઈચ્છો છો? BUY NOW
મહત્વની સૂચનાઓ:
🔸 આ પ્રક્રિયા વખતે ટાંકી સૂકી અને સાફ હોવી જરૂરી છે.કામ પૂરું થયા બાદ 24 કલાક માટે ઢાંકણ ખુલ્લુ રાખી કેમિકલ સંપૂર્ણ સુકાવા દો.
🔸 બે દિવસ ટાંકીમાં પાણી ભરી ને ખાલી કરી દો. ત્યારબાદ ત્રીજા દિવસ પછી પાણી સૂંઘી અને ચાખીને પછી પીવાના ઉપયોગમાં લેવાની સલાહ છે.
🔸 આ પદ્ધતિ ઓછી મહેનત અને વધુ સલામતી સાથે છે. ટાંકીની આવરદા વધે છે સાથે લીલ જામતી ઓછી થાય છે.
💧 ટાંકી વોટરપ્રૂફિંગ સ્ટેપ બાય સ્ટેપ - આ વિડિયો દ્વારા શીખો સંપૂર્ણ વોટરપ્રૂફિંગ રીત
❓ પાણીની ટાંકીના વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સ વિશે સામાન્ય પ્રશ્નો
હું મારા ઓવરહેડ ટાંકીમાંથી પાણીના લીકેજને કેવી રીતે રોકી શકું?
ઓવરહેડ ટાંકીનું લીકેજ અટકાવવા માટે પહેલા સપાટી સારી રીતે સાફ કરો અને તિરાડો રિપેર કરો. ત્યારબાદ, બ્રશ અથવા રોલર વડે Waterseal PSv-PREMIX જેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ કેમિકલ લગાવો. ટાંકી ફરીથી ઉપયોગમાં લેવા પહેલાં તેને સંપૂર્ણપણે સુકાઈ જવા દો.
પાણીની ટાંકી માટે શ્રેષ્ઠ વોટરપ્રૂફિંગ કેમિકલ કયું છે?
Waterseal PSv-PREMIX લાંબા સમય સુધી અસરકારક રક્ષણ માટે આદર્શ છે. તે એક લવચીક, તૈયાર-ઉપયોગ (ready-to-use) કોટિંગ છે, જે ખાસ કરીને RCC ટાંકી, ભૂગર્ભ ટાંકી અને પ્લાસ્ટિક ટાંકી માટે ડિઝાઇન કરાયું છે. તેને કોઈપણ પ્રકારના સિમેન્ટ સાથે મિક્સ કરવાની જરૂર નથી.
શું હું વ્યાવસાયિક મદદ વિના જાતે પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ કરી શકું?
હા, DIY વોટરપ્રૂફિંગ સરળતાથી કરી શકાય છે. ફક્ત PSv-PREMIX ને સમાન માત્રામાં પાણી સાથે મિક્સ કરો અને ટાંકીની અંદર બે કોટમાં બ્રશ/રોલર વડે લગાવો. તે તમને કોન્ટ્રાક્ટરને રાખ્યા વિના જ વ્યાવસાયિક પરિણામ આપે છે અને પૈસા પણ બચાવે છે.
મારી ભૂગર્ભ ટાંકીમાં જમીનમાંથી પાણી ઘૂસી આવે છે, તો શું કરવું?
જો આસપાસની જમીનમાંથી સક્રિય રીતે પાણી અંદર ઘૂસી રહ્યું હોય, તો Waterseal Quick Seal Powder (10kg પેક) નો ઉપયોગ કરો. આ ખાસ પાવડર તરત જ સક્રિય પાણીના પ્રવાહને રોકી દે છે અને ભૂગર્ભ ટાંકી અથવા ભોંયરાના લીકેજ માટે શ્રેષ્ઠ છે.
👉 ઑર્ડર કરવા માટે અહીં ક્લિક કરો: Quick Seal Powder