Trusted Waterseal Services for Bathroom Waterproofing

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન

અમારી બાથરૂમ રિનોવેશન + વોટરપ્રૂફિંગ મેથડ

વોટરપ્રૂફિંગ સાથેનું બાથરૂમ રીનોવેશન તમારા બાથરૂમને  નવા દેખાવ સાથે ભવિષ્યમાં થનારી લીકેજ અને ભેજની સમસ્યાઓ સામે લાંબા ગાળાની સુરક્ષા પણ પ્રદાન કરે છે. અમારી અનુભવી ટીમ  સાથે તમે નિશ્ચિંત રહી શકો છો.

100% વોટરપ્રૂફિંગ સુરક્ષા

પ્રમાણિત ગુણવત્તાવાળી સામગ્રી

અનુભવી ટેક્નિકલ ટીમ

સમયસર અને પારદર્શક સેવા

શા માટે Waterseal ની સર્વિસિસ પસંદ કરો?

✓ PSv-Premix ટેકનોલોજી આધારિત વોટરપ્રૂફિંગ સિસ્ટમ
✓ અનુભવી અને પ્રશિક્ષિત ટેક્નિકલ ટીમ
✓ સંપૂર્ણ લીકેજ ચેક અને પ્રેશર ટેસ્ટિંગ
✓ ગુણવત્તાયુક્ત સામગ્રી અને સ્ટાન્ડર્ડ પ્રક્રિયા
✓ સમયસર કામ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા
✓ આફ્ટર-સર્વિસ માર્ગદર્શન અને સપોર્ટ

અમારું લક્ષ્ય: લીકેજમુક્ત, સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકાઉ બાથરૂમ આપવું.

ગુણવત્તા, પારદર્શિતા અને વિશ્વાસ

અમારી બાથરૂમ રિનોવેશન સેવા વર્ષોના અનુભવ અને પરીક્ષણ કરેલી વોટરપ્રૂફિંગ પદ્ધતિઓ પર આધારિત છે. દરેક પ્રોજેક્ટમાં અમે ગુણવત્તાવાળી CPVC/PVC પાઇપલાઇન, PSv-Premix આધારિત વોટરપ્રૂફ પ્લાસ્ટર અને વધારાના વોટરપ્રૂફ કોટિંગનો ઉપયોગ કરીએ છીએ.

કામ શરૂ કરતા પહેલા યોગ્ય પ્લાનિંગ, દરમિયાન નિયમિત ગુણવત્તા ચેક અને અંતે સંપૂર્ણ ફિનિશિંગ સાથે અમે તમને એક એવું બાથરૂમ આપવાનો પ્રયાસ કરીએ છીએ જે માત્ર સુંદર જ નહીં પરંતુ લાંબા સમય સુધી લીકેજ સામે સુરક્ષિત પણ રહે.

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન

વોટરપ્રૂફિંગ સાથે સંપૂર્ણ બાથરૂમ રીનોવેશન માત્ર ₹750/- પ્રતિ ચોરસ ફૂટ

₹750/- પ્રતિ ચોરસ ફૂટ ના  પેકેજમાં અમે આપીશું 

✓ ટાઇલ્સ તોડકામ અને કચરો દૂર કરવો.
✓ જૂની પાઇપલાઇન દૂર કરી નવી  ISI માર્ક PVC પાઇપલાઇન નાખવી.
✓  PSv-Premix  કેમિકલ સાથે સંપૂર્ણ વોટરપ્રૂફિંગ
✓ રેતી, સિમેન્ટ સાથે વોટરપ્રૂફ પ્લાસ્ટર વર્ક
✓ પાર્ટીના  લાવેલ ટાઇલ્સ અને અન્ય એક્સેસરીઝ ફીટીંગ  અને પ્લમ્બિંગ વર્ક 

નોંધ: નવી ટાઇલ્સ, સેનિટરીવેર, નળ, શાવર, વોશબેસિન, કમોડ તથા અન્ય એક્સેસરીઝનો ખર્ચ પેકેજમાં સામેલ નથી, જેથી ગ્રાહક પોતાની પસંદગી અને બજેટ મુજબની સામગ્રી પસંદ કરી શકે.

બાથરૂમ રિનોવેશન અને વોટરપ્રૂફિંગ ક્યારે કરાવવું જોઈએ?

જો નીચેની સમસ્યાઓમાંથી કોઈપણ તમારા બાથરૂમમાં જોવા મળે તો રિનોવેશન સાથે વોટરપ્રૂફિંગ કરાવવાનો સમય આવી ગયો છે:

✓ નીચેના ફ્લેટ અથવા રૂમમાં પાણીના ડાઘ દેખાવા
✓ દિવાલોમાં ભેજ, ફૂગ અથવા પોપડા પડવા
✓ ટાઇલ્સ ઊખડવી અથવા જોઈન્ટમાંથી પાણી જવું
✓ જૂની અથવા લીકેજ કરતી પાઇપલાઇન
✓ બાથરૂમમાંથી સતત દુર્ગંધ આવવી
✓ 10-15 વર્ષથી વધુ જૂનું બાથરૂમ

ક્યારે સંપૂર્ણ વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન જરૂરી બને છે?  તે જાણ્યા પછી જ  નિર્ણય લો. 

દરેક લીકેજની સમસ્યામાં સંપૂર્ણ બાથરૂમ રીનોવેશન કરાવવાની જરૂર પડતી નથી. સૌથી પહેલાં અનુભવી પ્લમ્બર અથવા ટેક્નિકલ નિષ્ણાતની મદદથી લીકેજનું ચોક્કસ કારણ શોધવું જરૂરી છે.

1. જો, ફક્ત ટાઇલ્સના સાંધામાંથી પાણી લીકેજ થતું હોય તો, આખા બાથરૂમ ને રિનોવેશન ની જરૂર નથી. 

જો બાથરૂમ ફ્લોરની ટાઇલ્સના સાંધા (Joint) ખૂલી ગયા હોય અને તેના કારણે નીચેના રૂમમાં ભેજ અથવા લીકેજ દેખાતું હોય, તો મોટા ભાગના કિસ્સામાં ટાઇલ્સ તોડવાની જરૂર પડતી નથી.

આવી સ્થિતિમાં ટાઇલ્સ દૂર કર્યા વિના પણ ખાસ વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ દ્વારા લીકેજ બંધ કરી શકાય છે. અમારા Clear-Coat Tile Joint Sealant Kit ની મદદથી તમે સરળ DIY પદ્ધતિ દ્વારા જાતે પણ ટાઇલ્સના સાંધા સીલ કરી શકો છો. ફક્ત ₹999/- માં મળતી આ કિટમાં જરૂરી કેમિકલ અને એપ્લિકેશન ટૂલ્સ સામેલ છે.

વધુ માહિતી માટે: ટાઇલ્સ દૂર કર્યા વિના વોટરપ્રૂફિંગ પોસ્ટ વાંચો . તેમાં વિડીયો સાથે વિગતવાર માહિતી આપેલી છે. 

2. ફ્લોરની ડ્રેનેજ લાઇનમાંથી લીકેજ થતું હોય તો, માત્ર ફ્લોરનો જરૂરી ભાગ ખોલીને નવી ડ્રેનેજ લાઇન કરાવી શકાય છે

જો સ્થાનિક પ્લમ્બરની તપાસમાં જાણવા મળે કે ફ્લોરની ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે અથવા નુકસાન પામી છે, તો સામાન્ય રીતે આખું બાથરૂમ તોડવાની જરૂર પડતી નથી.

આવા કિસ્સામાં માત્ર ફ્લોરનો જરૂરી ભાગ ખોલીને નવી ડ્રેનેજ લાઇન ઇન્સ્ટોલ કરી શકાય છે. ત્યારબાદ વોટરપ્રૂફિંગ, પ્લાસ્ટર અને નવી ટાઇલ્સ દ્વારા તે વિસ્તારનું સમારકામ કરી શકાય છે.

3. આંતરિક પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોય અને નીચેના અન્ય કારણો હોય ત્યારે જ કમ્પ્લીટ રિનોવેશન કરાવો.

જો દિવાલની અંદર રહેલી પાણીની પાઇપો, શાવર લાઇન અથવા અન્ય છૂપી પાઇપલાઇનમાં લીકેજ હોય, સાથે જ નીચેના માળે પણ પાણી ટપકતું હોય અને બાથરૂમને ઘણા વર્ષો વીતી ગયા હોય, તો સંપૂર્ણ વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન કરાવવું શ્રેષ્ઠ વિકલ્પ બને છે.

આ પ્રક્રિયામાં જૂની પાઇપલાઇન બદલવી, નવી વોટરપ્રૂફિંગ સિસ્ટમ લાગુ કરવી, વોટરપ્રૂફ પ્લાસ્ટર કરવું અને નવી ટાઇલ્સ સાથે સંપૂર્ણ રિનોવેશન કરવું સામેલ છે, જેથી ભવિષ્યમાં ફરી લીકેજની સમસ્યા ઉભી ન થાય.

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન – લીક-પ્રૂફ અપગ્રેડ માટે અમારી સ્ટેપ-બાય-સ્ટેપ મેથડ 

બાથરૂમનું રીનોવેશન માત્ર નવી ટાઇલ્સ કે નવા ફિટિંગ્સ લગાવવાનો પ્રોજેક્ટ નથી. લાંબા સમય સુધી લીકેજમુક્ત, ભેજમુક્ત અને ટકાઉ બાથરૂમ મેળવવા માટે યોગ્ય વોટરપ્રૂફિંગ અને ટેક્નિકલ પ્રક્રિયા એટલી જ મહત્વપૂર્ણ છે.

અમારી ટીમ બાથરૂમની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જૂના ફિટિંગ્સ દૂર કરવાથી લઈને નવી ટાઇલ્સ ઇન્સ્ટોલેશન સુધીનું દરેક કામ એક નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરે છે. દરેક સ્ટેજ પર ગુણવત્તા ચેક અને વોટરપ્રૂફિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં લીકેજની સમસ્યા ઊભી ન થાય.

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન કરાવવાના મુખ્ય ફાયદા

✅ લીકેજ અને ભેજથી સુરક્ષા
✅ ફૂગ અને ડેમ્પનેસ અટકાવે
✅ ટાઇલ્સ અને ફિનિશિંગ લાંબું ટકે
✅ ભવિષ્યના રિપેર ખર્ચમાં બચત
✅ સ્વચ્છ અને આધુનિક બાથરૂમ

 

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન કરવાની 7-સ્ટેપ કાર્યપદ્ધતિ

લીકેજનું મૂળ કારણ દૂર કરવા અને લાંબા સમય સુધી ટકાઉ પરિણામ આપવા માટે અમે બાથરૂમ રિનોવેશનનું દરેક કામ એક સુનિશ્ચિત 7-સ્ટેપ પ્રક્રિયા મુજબ કરીએ છીએ. આ પ્રક્રિયામાં પાઇપલાઇન, વોટરપ્રૂફિંગ, પ્લાસ્ટર અને ટાઇલ્સ ઇન્સ્ટોલેશન સહિતના તમામ જરૂરી તબક્કાઓનો સમાવેશ થાય છે.

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન | નવી પાઇપલાઇન અને ટાઇલિંગ સાથે લીક-પ્રૂફ બાથરૂમ નો સ્ટેપ બાય સ્ટેપ જોવા નીચેનો  વિડીયો જુઓ

વિડીયોમાં દર્શાવાયેલા સ્ટેપ્સ:→

1️⃣ જૂના સેનિટરી ફિટિંગ્સ અને ટાઇલ્સ દૂર કરવી
2️⃣ નવી CPVC/PVC પાઇપલાઇન ઇન્સ્ટોલ કરવી અને લીકેજ ટેસ્ટ કરવું
3️⃣ ફ્લોર અને દિવાલ પર વોટરપ્રૂફિંગ પ્લાસ્ટર કરવું
4️⃣ PSv પ્રીમિક્સ કોટિંગ લગાવવું
5️⃣ નવી ટાઇલ્સ વોટરપ્રૂફ ગ્રાઉટિંગ સાથે ઇન્સ્ટોલ કરવી
6️⃣ બાથરૂમને સંપૂર્ણ આધુનિક અને લીક-પ્રૂફ બનાવવું.

જો તમે તમારા બાથરૂમનું રીનોવેશન કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ વિડીયો તમને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપશે.

જુઓ કેવી રીતે થાય છે વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમ રિનોવેશન

વોટરપ્રૂફિંગ સાથે બાથરૂમનું રીનોવેશન કરાવવા વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો અને તેના જવાબ 

બાથરૂમનું રીનોવેશન પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે?

બાથરૂમના કદ, હાલની સ્થિતિ અને જરૂરી કામના આધારે સામાન્ય રીતે 5 થી 10 દિવસનો સમય લાગે છે. મોટા અથવા વધુ જટિલ પ્રોજેક્ટમાં સમય થોડો વધી શકે છે.

ના. મોટાભાગના કિસ્સાઓમાં ફક્ત બાથરૂમ સાથે સંબંધિત પાણીની લાઇન પર જ કામ કરવામાં આવે છે. કામની શરૂઆત પહેલાં અમારી ટીમ તમને જરૂરી આયોજન વિશે માહિતગાર કરે છે.

હા. ગ્રાહક પોતાની પસંદગીની બ્રાન્ડ, ડિઝાઇન અને બજેટ મુજબની ટાઇલ્સ, કમોડ, વોશબેસિન, નળ અને અન્ય એક્સેસરીઝ ખરીદી શકે છે. અમે તેનું ફિટિંગ અને ઇન્સ્ટોલેશન કરી આપીએ છીએ.

હા. જરૂરી હોય ત્યાં વોટરપ્રૂફિંગ અને ડ્રેનેજ સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવે છે જેથી કામ પૂર્ણ થયા પછી કોઈ લીકેજની સમસ્યા ન રહે.

અમારી સેવા ખાસ અમદાવાદ અને તેની આસપાસ ના વિસ્તારોમાં જ  ઉપલબ્ધ છે.પરંતુ તમે જાતે કેવી રીતે રેનોવેશન માં  ધ્યાન  આપી વોટરપ્રૂફિંગ કરાવી શકો તે વિષે  અમારી ટીમ તમને  યોગ્ય માર્ગદર્શન આપશે.

તમારા બાથરૂમમાં લીકેજ, ભેજ અથવા જૂની પાઇપલાઇનની સમસ્યા છે?.

📞 આજે જ અમારો સંપર્ક કરો અને નિઃશુલ્ક માર્ગદર્શન મેળવો..