અમદાવાદના 30+ વર્ષ ના અનુભવી વોટરપ્રૂફિંગ નિષ્ણાત ધ્વારા

DIY Waterproofing વોટરપ્રૂફિંગ શીખો.

ધાબા ,બાથરૂમ ના લીકેજ કે ફૂટતા પાણીને બંધ કરતાં શીખો

અહી DIY Waterproofing માં સરળ સ્વ-રિપેર પદ્ધતિઓથી  તમારા મકાન ના લીકેજ, સીપેજ,  અને તિરાડોને જાતે  ઠીક કરવા વોટરપ્રૂફિંગ શીખો અને વધારે ખર્ચ અને નુકશાન થી મકાન ને બચાવો. 

ધાબાની ક્રેક ભરતા શીખો
Crack Filler Kit થી ધાબાની ક્રેક ભરતા શીખો
Diy Roof waterproofing
PSv-Premix થી ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો
DIY Bathroom Tile Joints
Clear Coat થી ટાઇલ્સ જોઇન્ટ સીલ કરો
Stop Active Ground water With Quick Seal Powder
Quick Seal થી ભૂગર્ભજળ તુરંત રોકતા શીખો

DIY Waterproofing એટલે શું?

ઘણા લોકો માને છે કે DIY Waterproofing એટલે જાતે જ આખું કામ કરવું. પરંતુ Waterseal ના સંદર્ભમાં તેનો અર્થ અલગ છે.

DIY Waterproofing એટલે Waterseal ના ટેકનિકલ માર્ગદર્શન મુજબ સ્થાનિક પેન્ટર, મિસ્ત્રી અથવા મજૂરની મદદથી વોટરપ્રૂફિંગનું કામ કરાવવું. તમારે માત્ર યોગ્ય પ્રક્રિયા, મટિરિયલનું મિશ્રણ અને કામની ગુણવત્તા પર નજર રાખવાની હોય છે.

આ રીતે તમે મોંઘા કોન્ટ્રાક્ટર પર સંપૂર્ણપણે આધાર રાખ્યા વગર, તમારા અનુકૂળ સમયે અને નિયંત્રણ હેઠળ કામ કરાવી શકો છો.

વોટરપ્રૂફિંગ શીખો  કોના માટે ઉપયોગી છે?

  • જ્યાં અનુભવી Waterproofing Contractor ઉપલબ્ધ ન હોય
  • જેમને વોટરપ્રૂફિંગ પહેલાં સમસ્યાનું કારણ સમજવું હોય
  • સ્થાનિક પેન્ટર અથવા મજૂરની મદદથી કામ કરાવવું હોય
  • ઓછા ખર્ચે યોગ્ય ઉકેલ શોધતા હોય

તમારી સમસ્યા પસંદ કરો અને તેની કીટ મંગાવી જાતે કામ કરાવો 

  • ધાબા/દિવાલોમાં તિરાડો દેખાતી હોય 
  • ધાબામાંથી  પાણી ટપકતું હોય 
  • બાથરૂમમાંથી ભેજ કે લીકેજ આવતું હોય 
  • બેઝમેન્ટમાં કે પાણીની ટાંકીમાં જમીનમાંથી પાણીફૂટતું હોય 
  • નીચે આપેલી   પોસ્ટ વાંચી  માહિતી મેળવો.

અમારી DIY Waterproofing પોસ્ટસ ની વિશેષતા

  • 30+ વર્ષના  અનુભવ પર આધારિત
  • ભારતીય મકાનોમાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓને ધ્યાનમાં લીધી છે.
  • જરૂરી મટિરિયલ અંગે સ્પષ્ટ માહિતી
  • સામાન્ય ભૂલો અને તેના ઉકેલ
  • સરળ ભાષામાં આર્ટિકલ્સ અને કામ કરતા વિડીયો અને WhatsApp દ્વારા માર્ગદર્શન

છત અને દિવાલોની તિરાડો માટે સમયસર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય પ્રોડક્ટ અને યોગ્ય પ્રક્રિયા સાથે, તમે સરળતાથી કાયમી અને વિશ્વસનીય DIY વોટરપ્રૂફિંગ ઉકેલ મેળવી શકો છો.

માત્ર 5 સરળ પગલાંમાં ધાબાનું Waterproofing શીખો! સાથે 3-ભાગણાય  વિડિયો કોર્સમાં કોટિંગ લગાવવાની પદ્ધતિ અને લાંબા સમય સુધી લીકેજ રોકવાની ટેક્નિક વિગતવાર શીખો.

બાથરૂમમાંથી પાણી લીક થવું કોઈને પણ ચિંતા કરાવનારું હોઈ શકે છે.પરંતુ , હવે તમે Clear-coat – Tile Joint Sealant ની મદદથી ટાઇલ્સ દૂર કર્યા વિના જ લીકેજ બંધ  કરી શકો છો

ક્વિક-સીલ પાવડર એક ઝડપી અસરકારક લીકેજ સ્ટોપ કેમિકલ છે જે ખાસ કરીને ભૂગર્ભજળ લીકેજ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું સરળ માર્ગદર્શન અહી મળશે. 

DIY વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

પોતે Waterproofing કરાવતા શીખવા માટે અને લીકેજ, સિપેજ, ભેજ અને વોટરપ્રૂફિંગ પ્રક્રિયા વિશે લોકો દ્વારા સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

DIY Waterproofing એટલે શું?

DIY Waterproofing નો અર્થ જાતે જ આખું કામ કરવું એવો નથી. Waterseal ના સંદર્ભમાં તેનો અર્થ એ છે કે સ્થાનિક પેન્ટર, મિસ્ત્રી અથવા મજૂરની મદદથી, અમારા ટેકનિકલ માર્ગદર્શન મુજબ વોટરપ્રૂફિંગનું કામ કરાવવું.


ના. જો તમારા વિસ્તારમાં વિશ્વાસપાત્ર Waterproofing Contractor ઉપલબ્ધ ન હોય, તો સ્થાનિક કામદારની મદદથી પણ Waterseal ના માર્ગદર્શન મુજબ અસરકારક રીતે કામ કરાવી શકાય છે.

ધાબાનું લીકેજ, બાથરૂમનું સિપેજ, પાણીની ટાંકીનું લીકેજ, દિવાલોમાં ભેજ, તિરાડો અને અન્ય સામાન્ય વોટરપ્રૂફિંગ સમસ્યાઓ માટે DIY Waterproofing માર્ગદર્શિકાઓ ઉપયોગી બની શકે છે.


અમે વિવિધ પ્રકારની લીકેજ સમસ્યાઓ માટે વિગતવાર માર્ગદર્શિકાઓ, ટેકનિકલ માહિતી અને જરૂરી હોય ત્યારે WhatsApp દ્વારા માર્ગદર્શન પ્રદાન કરીએ છીએ, જેથી તમે યોગ્ય પદ્ધતિથી કામ કરાવી શકો.

ખર્ચ વિસ્તાર, સપાટીનો પ્રકાર, કામની સ્થિતિ અને જરૂરી મટિરિયલ પર આધારિત હોય છે. અંદાજિત ખર્ચ અને જરૂરી કેમિકલની માત્રા જાણવા માટે તમે અમારા Cost Calculator નો ઉપયોગ કરી શકો છો.

હા. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પેન્ટર, રંગાઈ-પુતાઈ કામદાર અથવા સામાન્ય મજૂરની મદદથી કામ કરાવી શકાય છે, જો વોટરપ્રૂફિંગની પ્રક્રિયા યોગ્ય રીતે અનુસરવામાં આવે.

યોગ્ય મટિરિયલનો ઉપયોગ, સૂચના મુજબ મિક્સિંગ, દરેક કોટિંગ વચ્ચે પૂરતો સુકાવાનો સમય અને કામની ગુણવત્તા પર નજર રાખવી તમારી મુખ્ય જવાબદારી રહેશે.

ના. કેટલીક જટિલ સમસ્યાઓ જેમ કે મોટા સ્ટ્રક્ચરલ ક્રેક્સ, બેઝમેન્ટમાં ભારે પાણીનો પ્રવેશ અથવા ગંભીર માળખાકીય નુકસાન માટે નિષ્ણાત દ્વારા સાઇટ ઇન્સ્પેક્શન અને વ્યાવસાયિક ટ્રીટમેન્ટ જરૂરી બની શકે છે.

હા. અમારી DIY Waterproofing માર્ગદર્શિકાઓ અને ટેકનિકલ સલાહ સમગ્ર ભારતના મકાનમાલિકો માટે ઉપલબ્ધ છે.

સૌપ્રથમ લીકેજનું સાચું કારણ ઓળખવું જરૂરી છે. ત્યારબાદ સંબંધિત માર્ગદર્શિકા વાંચો, જરૂરી મટિરિયલ અને ખર્ચનો અંદાજ મેળવો અને યોગ્ય પદ્ધતિ મુજબ કામ શરૂ કરો.

તમારા મકાનમાં ધાબાનું લીકેજ, ભેજ, બાથરૂમનું સિપેજ અથવા અન્ય કોઈ વોટરપ્રૂફિંગ સમસ્યા હોય તો તેનો ફોટો અને વિગતો WhatsApp પર મોકલો.

અમારી ટીમ તમને યોગ્ય DIY Waterproofing માર્ગદર્શન આપવામાં મદદ કરશે.