Best DIY Waterproofing Method for Terrace in India
ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો
શરૂઆતથી અંત સુધીનું સરળ Step-by-Step માર્ગદર્શન
તમારા ધાબાને વરસાદી પાણી, સિપેજ અને તિરાડોથી બચાવવા માટેની સૌથી સરળ DIY વોટરપ્રૂફિંગ પદ્ધતિ. PSV Premix Chemical અને PPC Mat સાથે ઓછા ખર્ચે, ઓછા સાધનોમાં અને કોઈ નિષ્ણાતની મદદ વગર જાતે જ ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો અને કરાવો.
✅ 100% લીકપ્રૂફ સુરક્ષા
✅ UV અને હીટ રેઝિસ્ટન્ટ પ્રોટેક્શન
✅ ક્રેક બ્રિજિંગ ટેક્નોલોજી
✅ લાંબા સમય સુધી ટકાઉ પરિણામ
✅ DIY Friendly – સરળ અને ખર્ચ બચાવનાર પદ્ધતિ

ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો: સંપૂર્ણ DIY માર્ગદર્શિકા
ધાબામાં તિરાડો, ભેજ અને પાણીનું લીકેજ સમય જતાં મકાનને ગંભીર નુકસાન પહોંચાડે છે. જો સમયસર વોટરપ્રૂફિંગ ન કરવામાં આવે તો પ્લાસ્ટર ઊખડવું, ફૂગ લાગવી અને RCC સ્ટ્રક્ચર નબળું પડવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
આ માર્ગદર્શિકામાં તમે ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો અને જાતે જ ઓછા ખર્ચે લાંબા સમય સુધી ટકાઉ પરિણામ કેવી રીતે મેળવી શકાય તે જાણી શકશો.
ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો અને પોતે કરાવવું કે કોઈ કોન્ટ્રાક્ટર પાસે ? કયું વધુ સારું?
ઘણા લોકો માને છે કે વોટરપ્રૂફિંગ માટે નિષ્ણાત કોન્ટ્રાક્ટર જરૂરી છે. પરંતુ DIY વોટરપ્રૂફિંગ એટલે જાતે જ આખું કામ કરવું તેમ નથી યોગ્ય પ્રોડક્ટ અને માર્ગદર્શન હોય તો સામાન્ય પેઇન્ટર અને એક મજૂરની મદદથી પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
જો તમે ખર્ચ બચાવવા માંગતા હો અને કામની ગુણવત્તા ઉપર નિયંત્રણ રાખવા માંગતા હો તો ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
DIY વોટરપ્રૂફિંગમાં સૌથી મોટી સમસ્યા શું છે?
આજે બજારમાં ટેરેસ વોટરપ્રૂફિંગ માટે અનેક પ્રકારના કેમિકલ, કોટિંગ અને સોલ્યુશન ઉપલબ્ધ છે. પરંતુ સામાન્ય મકાનમાલિક માટે સૌથી મોટી મુશ્કેલી યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવાની નથી, પરંતુ તેને યોગ્ય રીતે વાપરવાની છે.
ઘણા લોકો બજારમાંથી કેમિકલ ખરીદી તો લે છે, પરંતુ:
• કેટલું પાણી મિક્સ કરવું તેની સાચી માહિતી હોતી નથી.
• કયા સ્ટેપમાં કયું મિશ્રણ વાપરવું તે ખબર હોતી નથી.
• જરૂરી ટૂલ્સ અલગથી ખરીદવા પડે છે.
• એક જ પ્રોડક્ટથી આખું કામ થઈ જશે એવી ગેરસમજ રહે છે.
• ખોટા પ્રમાણમાં મિશ્રણ બનાવવાથી અથવા ખોટી પદ્ધતિ અપનાવવાથી થોડા જ સમયમાં ફરી લીકેજ શરૂ થઈ જાય છે.
પરિણામે લોકો પૈસા અને સમય બંને ખર્ચે છે, છતાં લાંબા સમય સુધી ટકાઉ પરિણામ મળતું નથી.
DIY વોટરપ્રૂફિંગમાં સફળતા માત્ર સારા કેમિકલથી નહીં પરંતુ યોગ્ય સિસ્ટમ, યોગ્ય મટિરિયલ અને યોગ્ય માર્ગદર્શનથી મળે છે.
300 ચોરસ ફૂટ સુધીના ધાબા માટે આદર્શ વિકલ્પ
DIY વોટરપ્રૂફિંગને સરળ બનાવવા માટે Waterseal એ ખાસ Waterseal Combo Pack તૈયાર કર્યો છે.
આ કોમ્બો પેકમાં સફળ વોટરપ્રૂફિંગ માટે જરૂરી લગભગ તમામ સામગ્રી અને માર્ગદર્શન એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે. એટલે અલગ-અલગ સામગ્રી શોધવાની, યોગ્ય ટૂલ્સ ખરીદવાની અથવા કયા સ્ટેપમાં શું વાપરવું તેની ચિંતા રહેતી નથી.
Waterseal Combo Pack માં શું મળે છે?
✅ 25kg Ready-to-Use PSV Premix
✅ 200 ft PPC Mat
✅ 4″ અને 2″ એપ્લિકેશન બ્રશ
✅ 4″ પુટ્ટી નાઇફ
✅ 10″ સ્પેશિયલ ફાઇબર રોલર
✅ Step-by-Step ફોટો માર્ગદર્શિકા અને ત્રણ ભાગમાં Step-by-Step વિડીયો ઉપલબ્ધ છે.
Waterseal Combo Pack ના મુખ્ય ફાયદા
♦ શરૂઆત કરનાર માટે પણ સરળ
♦ 250–300 ચોરસ ફૂટ સુધી 3 થી ચાર કોટિંગ કવરેજની ક્ષમતા
♦ માત્ર પાણી મિક્સ કરવાનું
♦ અલગથી કોઈ સાધન – સામગ્રી શોધવાની જરૂર નથી
♦ યોગ્ય પ્રમાણ અને પ્રક્રિયા મુજબ કામ કરવું સરળ બને
♦ ધાબા અને દિવાલ બંને માટે ઉપયોગી
♦ લાંબા સમય સુધી ટકાઉ વોટરપ્રૂફિંગ સુરક્ષા
જો તમે પ્રથમ વખત જાતે વોટરપ્રૂફિંગ કરાવવાનું વિચારી રહ્યા હો, તો Waterseal Combo Pack તમારા માટે સૌથી સરળ અને સુરક્ષિત વિકલ્પ બની શકે છે.
વોટરસીલ PSv -Premix અને PPC Mat નો ઉપયોગ કરો અને ધાબાનું વોટરપ્રૂફિંગ સરળતાથી કરાવો
જો તમે “વોટરસીલ PSv -Premix .” વોટરપ્રૂફિંગ કેમિકલનો ઉપયોગ કરો છો, તો ખાસ નિષ્ણાત બોલાવવાની જરૂર નથી. ફક્ત સામાન્ય પેઇન્ટર (ચૂનો-ડિસટેમ્પર કરનાર) અને એક મજૂર.એમ બે માણસો થી તમારું આ કામ સરળતાથી કરાવી શકાય છે. તમારે માત્ર નીચેના બાબતોનું ધ્યાન રાખવું પડશે:
- મજૂર પાસે ધાબાની સંપૂર્ણ સફાઇ કરાવવી અને તિરાળો માં ભરાયેલ કચરો સાફ કરાવીને ધાબું ધોવડાવવું.
- પેઇન્ટરને કામ શરૂ કરતાં પેહલા યોગ્ય માર્ગદર્શન આપો
- મિશ્રણનો અનુપાત સાચો -અમારા જણાવ્યા મુજબ જ રાખો. પેન્ટર ને તેની મરજી મુજબ પાણી મિલાવવા ના દો.
- અમારા સૂચન પ્રમાણે કામની દેખરેખ રાખો
આ રીતે તમારું કામ ટકાઉ, અસરકારક અને બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં પૂરું થશે. પેઇન્ટરના આત્મવિશ્વાસ પર આધાર ન રાખતા તેની પાસે સૂચનાઓ ને અનુસરાવો
5 સરળ પગલાં થી ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો...
તમે જાતે ટેરેસ વોટરપ્રૂફિંગ કરવાનું વિચારી રહ્યા હો, તો આ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા તમને લિકેજ અટકાવામાં સફળતા અપાવશે.

સ્ટેપ 1: ધાબાની સંપૂર્ણ સફાઈ કરો
ધૂળ, કચરો, લીલ, જૂના પેઇન્ટ અને ઢીલા કણો દૂર કરો.
મોટી તિરાડો હોય તો તેને ખોલીને અંદર ભરાયેલ કચરો સાફ કરો.
અંતમાં આખા ધાબાને પાણીથી ધોઈને સુકાવા દો.

સ્ટેપ 2: પ્રાઈમર કોટ લગાવો
1 ભાગ PSV Premix + 2 ભાગ શુદ્ધ પાણી મિક્સ કરો.
સાવરણા અથવા બ્રશથી આખી સપાટી પર સમાન રીતે લગાવો.
આ કોટ સપાટીના સૂક્ષ્મ છિદ્રો અને બારીક તિરાડોમાં પ્રવેશીને તેને સીલ કરે છે.

સ્ટેપ 3: તિરાડો કેમિકલથી ભરો
1 ભાગ PSV Premix + 1 ભાગ પાણી મિક્સ કરો.
આ મિશ્રણને સીધું તિરાડોમાં ભરો.
અડધો કલાક સુકાવા દો.
ત્યારબાદ Direct PSV Premix વડે તિરાડોને લેવલ કરો.

સ્ટેપ 4: PPC Mat લગાવી સાંધા અને તિરાડો મજબૂત કરો
બાઉન્ડરી સાંધા, પાઇપ આસપાસ અને મોટી તિરાડો પર PPC Mat નો ઉપયોગ કરો.
PPC Mat ને PSV Premix ના મિશ્રણમાં પલાળી તિરાડ ઉપર ચોંટાડો.
ખાસ ધ્યાન રાખો કે હવા કે કરચલી ન રહે.
આ સ્ટેપ લાંબા ગાળાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

મહત્વપૂર્ણ સૂચનાઓ
✅ પાણીનું પ્રમાણ સૂચના મુજબ જ રાખો
✅ પેઇન્ટરને મનફાવે તેટલું પાણી ઉમેરવા ન દો
✅ દરેક સ્ટેપ દરમિયાન દેખરેખ રાખો
✅ PPC Mat લગાવવાનું સ્ટેપ અવશ્ય કરો
સ્ટેપ 5: બે ફાઇનલ વોટરપ્રૂફ કોટિંગ લગાવો
બીજો કોટ
1 ભાગ PSV Premix + 1 ભાગ પાણી
એક દિશામાં બ્રશ અથવા રોલરથી લગાવો.
ત્રીજો કોટ
1–2 કલાક પછી
વિરુદ્ધ દિશામાં લગાવો.
આ અંતિમ કોટિંગ વોટર રિપેલેન્ટ લેયર બનાવે છે અને લાંબા સમય સુધી લીકેજ સામે રક્ષણ આપે છે.
નીચે આપેલા 3 ભાગના વિડિયો તમને સમગ્ર પ્રક્રિયા સમજવામાં મદદ કરશે અને કામ દરમિયાન થતી સામાન્ય ભૂલો ટાળવામાં મદદરૂપ થશે.
ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો- ભાગ-1
આ વિડિઓમાં, તમે વોટરપ્રૂફિંગની મૂળભૂત બાબતો, તેનું મહત્વ અને મૂળભૂત તકનીકો શીખી શકશો. જો તમે ઘર, છત, બાથરૂમ અથવા અન્ય માળખામાં પાણીના લીકેજની સમસ્યાથી બચવા માંગતા હો, તો આ કોર્સ તમારા માટે યોગ્ય છે!
આ વિડિઓમાં તમે શું શીખી શકશો?
✅ વોટરપ્રૂફિંગનો પરિચય
✅ પાણીના લીકેજના કારણો અને ઉકેલો
✅ મૂળભૂત વોટરપ્રૂફિંગ તકનીકો
ભાગ-૨ તિરાડો કેવી રીતે સીલ કરવી?
આ વિડિઓમાં, તમે શીખી શકશો કે તિરાડો કેવી રીતે ઓળખવી, તેને કેવી રીતે સાફ કરવી અને પાણીના લીકેજને સંપૂર્ણપણે બંધ કરવા માટે તેને યોગ્ય રીતે સીલ કેવી રીતે કરવી. વોટરપ્રૂફિંગ શીખો તાલીમ અભ્યાસક્રમનો આ બીજો ભાગ છે,
ભાગ-૨ માં તમે શું શીખી શકશો?
✅ નાની તિરાડો લીકેજનું કારણ કેમ બને છે?
✅ તિરાડો સીલ કરવા માટે શ્રેષ્ઠ સામગ્રી
✅ તિરાડો સીલ કરવા માટેની પ્રક્રિયા
ભાગ-3 100% વોટરપ્રૂફ કોટિંગ કરો
જેથી લાંબા સમય સુધી પાણીનું લીકેજ ન થાય. છત હોય, દિવાલો હોય કે કોઈપણ સપાટી હોય, યોગ્ય વોટરપ્રૂફિંગ તમારા કાર્યને ટકાઉ અને મજબૂત બનાવશે.કોઈપણ કારીગર Waterseal PSv -Premix થી વોટરપ્રૂફિંગ કરી શકે છે.
કેટલા કેમિકલ માં શું કવરેજ મળશે?
✅ 100 કિલો PSV PREMIX નો ઉપયોગ 1000 ચોરસ ફૂટમાં યોગ્ય કોટિંગના 4 કોટિંગ કરવા માટે .
✅ નાની-મોટી તિરાડોને યોગ્ય રીતે સીલ કરવા PPC Mat વાપરો.
ધાબાનું વોટરપ્રૂફિંગ શીખો વિષે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
1. Terrace Waterproofing માટે સામાન્ય પેઇન્ટર કામ કરી શકે?
હા. જો યોગ્ય Waterproofing Chemical, PPC Mat અને Step-by-Step માર્ગદર્શન ઉપલબ્ધ હોય તો સામાન્ય પેઇન્ટર અને એક મજૂરની મદદથી પણ Terrace Waterproofing સારી રીતે કરી શકાય છે. ખાસ કરીને Waterseal PSV Premix જેવી Ready-to-Use સિસ્ટમમાં કામ વધુ સરળ બની જાય છે.
2. ધાબાનું લીકેજ બંધ કરવા માટે PPC Mat શા માટે જરૂરી છે?
મોટાભાગના Roof Leakage અને Terrace Cracks ફરીથી ખુલવાના મુખ્ય કારણોમાંથી એક છે ક્રેક પર યોગ્ય Reinforcement ન કરવું. PPC Mat તિરાડો, સાંધા અને પાઇપ આસપાસના વિસ્તારોને મજબૂત બનાવી લાંબા સમય સુધી લીકેજ સામે સુરક્ષા આપે છે.
3. Waterproofing Cost કેવી રીતે જાણી શકાય?
Waterproofing Cost મુખ્યત્વે ધાબાના કુલ વિસ્તાર, તિરાડોની સ્થિતિ અને વપરાતા Waterproofing Chemical પર આધારિત હોય છે. અંદાજિત ખર્ચ જાણવા માટે Waterproofing Cost Calculator નો ઉપયોગ કરી શકાય છે.
4. Waterseal PSV Premix કેટલા વિસ્તાર માટે પૂરતું થાય છે?
સામાન્ય રીતે 25 કિલો Waterseal PSV Premix અને 200 ફૂટ PPC Mat ધરાવતો Combo Pack અંદાજે 250 થી 300 ચોરસ ફૂટ સુધીના ધાબા માટે યોગ્ય રહે છે. વાસ્તવિક કવરેજ સપાટીની સ્થિતિ અને તિરાડોની સંખ્યા મુજબ બદલાઈ શકે છે.
5. Waterproofing કર્યા પછી ધાબા પર ચાલવું કે અન્ય કામ કરવું સુરક્ષિત છે?
હા. અંતિમ કોટિંગ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી ધાબા પર સામાન્ય અવરજવર કરી શકાય છે. જોકે Waterproofing Layer સંપૂર્ણ મજબૂત થાય ત્યાં સુધી ભારે વસ્તુઓ ખેંચવી અથવા તોડફોડના કામથી બચવું જોઈએ.
નવી અને જૂની બંને ઇમારતો માટે સરળ DIY Waterproofing માર્ગદર્શિકા
- ઘર | ઓફિસ | ટેરેસ | બાથરૂમ | ટેન્ક | બેસમેન્ટ | દિવાલો
- બજેટ-ફ્રેન્ડલી અને પ્રેક્ટિકલ ઉકેલ
- સમગ્ર ભારતમાં વોટરપ્રૂફિંગ કેમિકલ્સ ઉપલબ્ધ
WhatsApp પર DIY Waterproofing ની વધુ માહિતી મેળવવા માટે હમણાં જ સંપર્ક કરો!
તમારા ધાબાના માપ મોકલો અને અમે તમને:
✅ જરૂરી કેમિકલનું પ્રમાણ ✅ અંદાજિત ખર્ચ અને ✅ સંપૂર્ણ માર્ગદર્શન આપીશું.