અમદાવાદમાં ધાબાના લીકેજ નો કાયમી ઉકેલ એટલે વોટરશીલ વોટરપ્રૂફીંગ
જુના મકાનના ધાબાનું વોટરપ્રૂફીંગ
અમે અમદાવાદ ગુજરાતમાં જૂની ઇમારતોના ધાબા -સ્લોપ ના પાણીના લિકેજ અને સીપેજ દૂર કરવાની શ્રેષ્ઠ વોટરપ્રૂફિંગ સેવાઓ અને ભારતભર માં ઓનલાઈન કેમિકલ્સ પ્રદાન કરીએ છીએ.
Waterseal દ્વારા વ્યાવસાયિક મેથડ થી ધાબાનું વોટરપ્રૂફિંગ કરાવો - Terrace Waterproofing
શું તમારા ધાબામાંથી વરસાદી પાણી ટપકે છે? સીલિંગમાં ભેજ દેખાય છે? ચાઇના મોઝેક, ટાઇલ્સ અથવા PCC કરાવેલું ધાબું હોવા છતાં લીકેજની સમસ્યા યથાવત રહે છે?
મકાનમાં લીકેજ માત્ર ધાબા પર પડતાં વરસાદના કારણે જ થતું નથી. ઘણી વખત સમસ્યાનું મૂળ કારણ બાઉન્ડ્રી વોલની તિરાડો, ઓવરહેડ ટાંકીની ખામી,બહારની દિવાળોમાં તિરાળો અથવા બિલ્ડિંગના અન્ય ભાગોમાં રહેલઈ ખામીને કારણે પણ સિપેજ હોઈ શકે છે. તેથી માત્ર ધાબા પર કોટિંગ કરાવી દેવું પૂરતું નથી, પરંતુ લીકેજનું સાચું કારણ શોધીને યોગ્ય ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે.
Waterseal છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ધાબા અને બિલ્ડિંગ વોટરપ્રૂફિંગ ક્ષેત્રે કાર્યરત છે. અમારી વિશિષ્ટ PSV (Polymerized Silicone Vinyl) Waterproofing Technology વિવિધ પ્રકારની ધાબાની સપાટીઓ માટે લાંબા ગાળાનું અને અસરકારક સોલ્યુશન પ્રદાન કરે છે.
ધાબામાં લીકેજ થવાના મુખ્ય કારણો
બાઉન્ડ્રી વોલ અને બહારની દિવાલોની તિરાડો: વરસાદી પાણી તિરાડો દ્વારા અંદર પ્રવેશીને સ્લેબના જોડાણો સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ફક્ત ધાબાનું કોટિંગ કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી.
ઓવરહેડ પાણીની ટાંકીનું લીકેજ: ટાંકીની તિરાડો અથવા ઓવરફ્લો લાઇનની ખામીને કારણે સ્લેબ સતત ભીની રહે છે, જેના કારણે ધાબામાં વારંવાર લીકેજ જોવા મળે છે.
જૂનું અને ખરાબ થયેલું પ્લાસ્ટર: ઉખડેલું પ્લાસ્ટર, ખુલ્લા વાટા અને નાની-મોટી ક્રેક્સ વરસાદી પાણી માટે પ્રવેશદ્વાર બની જાય છે.
Waterseal દ્વારા ધાબાનું વોટરપ્રૂફિંગ
દરેક ધાબા માટે એકસરખું સોલ્યુશન યોગ્ય નથી. તેથી અમે નીચે મુજબની પ્રક્રિયા અનુસરીએ છીએ:
- સાઇટનું વિગતવાર નિરીક્ષણ લીકેજનું મૂળ કારણ શોધવું
- જરૂરી રિપેરિંગ અને પેચવર્ક
- ક્રેક્સ, વાટા અને જોડાણોની વિશેષ ટ્રીટમેન્ટ
- નોન સિમેંટિયસ PSV આધારિત હાઇ-પ્રેસર સ્પ્રે વડે 4 વોટરપ્રૂફ કોટિંગ
અમારી સિસ્ટમ RCC, પ્લાસ્ટર, ચાઇના મોઝેક, ટાઇલ્સ અને અન્ય ધાબાની સપાટીઓ માટે યોગ્ય છે.
Waterseal કેમ પસંદ કરશો?
30+ વર્ષનો અનુભવ
ગુજરાતભરના હજારો રહેણાંક અને વ્યાવસાયિક બિલ્ડિંગોમાં સફળ વોટરપ્રૂફિંગનો અનુભવ.
લાંબા ગાળાનું રક્ષણ
અમારી PSV ટેકનોલોજી તડકો, વરસાદ અને હવામાનના ફેરફારો સામે ઉત્તમ પ્રદર્શન આપે છે.
દરેક ધાબા માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન
ધાબાની હાલત અને લીકેજના કારણ મુજબ યોગ્ય ટ્રીટમેન્ટ પસંદ કરવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત મટિરિયલ્સ
ઉચ્ચ ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ કોટિંગ્સ અને ક્રેક-સીલિંગ સિસ્ટમનો ઉપયોગ.
અનુભવી ટેકનિકલ ટીમ
લીકેજના મૂળ કારણનું નિદાન કરીને યોગ્ય અને વિશ્વસનીય ઉકેલ પ્રદાન કરીએ છીએ.
ગેરંટી સાથેની સેવા
અમદાવાદ અને ગુજરાતમાં Waterseal દ્વારા કરવામાં આવતી Terrace Waterproofing સેવાઓ પર લેખિત ગેરંટી આપવામાં આવે છે.
• 10 વર્ષથી ઓછી ઉંમરના મકાન માટે 5 વર્ષની લેખિત ગેરંટી
• 5 વર્ષથી વધુ જૂના મકાન માટે 3 વર્ષની લેખિત ગેરંટી
ગેરંટી સમયગાળા દરમિયાન જો વોટરપ્રૂફિંગ કરેલા વિસ્તારમાં લીકેજ થાય, તો અમારી ટીમ નિરીક્ષણ કરીને જરૂરી રિપેરિંગ કોઈ વધારાના ચાર્જ વગર કરે છે.
નિષ્ણાતની સલાહ
ધાબાનું લીકેજ માત્ર એક નાની સમસ્યા નથી. સમય જતાં તે દિવાલો, સીલિંગ અને બિલ્ડિંગના માળખાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સમયસર યોગ્ય નિદાન અને વ્યાવસાયિક વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે.
જો તમારા ધાબામાં ભેજ, લીકેજ અથવા વરસાદી પાણીની સમસ્યા હોય, તો આજે જ Waterseal ટીમનો સંપર્ક કરો અને તમારા મકાન માટે યોગ્ય ધાબાનું વોટરપ્રૂફિંગ સોલ્યુશન મેળવો.
શા માટે PSV Premix વોટરપ્રૂફિંગ માટે શ્રેષ્ઠ છે ?
Waterseal PSV Premix ખાસ કરીને Terrace Waterproofing અને ખુલ્લી સપાટીઓને લાંબા સમય સુધી વરસાદી પાણી, તડકો અને તાપમાનના સતત ફેરફારોથી સુરક્ષિત રાખવા માટે વિકસાવવામાં આવ્યું છે.
પરંપરાગત સિમેન્ટ આધારિત કોટિંગની સરખામણીએ PSV Premix માં અલગથી ગ્રે અથવા વ્હાઇટ સિમેન્ટ મિશ્રિત કરવાની જરૂર પડતી નથી. પરિણામે કોટિંગ વધુ લવચીક રહે છે અને તાપમાનના વિસ્તરણ-સંકોચન દરમિયાન તિરાડ પડવાની શક્યતા નોંધપાત્ર રીતે ઘટે છે.
PSV Premix દ્વારા બનાવવામાં આવતું મેમ્બ્રેન ટેરેસની સપાટી સાથે મજબૂત રીતે જોડાઈ પાણીના પ્રવેશને રોકે છે અને લાંબા સમય સુધી અસરકારક રક્ષણ પૂરું પાડે છે.
યોગ્ય રીતે કરવામાં આવેલ 4-કોટ સિસ્ટમ હેઠળ 100 કિલોગ્રામ PSV Premix અંદાજે 1000 થી 1200 ચોરસફૂટ વિસ્તારને આવરી શકે છે અને સામાન્ય પરિસ્થિતિઓમાં 8 થી 10 વર્ષ સુધી વિશ્વસનીય વોટરપ્રૂફિંગ સુરક્ષા પ્રદાન કરી શકે છે.
ધાબાનું વોટરપ્રૂફિંગ કેવી થાય છે?
અમારી PSV ટેક્નોલોજી ધાબાની સપાટી પર માત્ર કોટિંગ કરતી નથી, પરંતુ તિરાડો, વાટા અને લીકેજના સંવેદનશીલ વિસ્તારોને મજબૂત રીતે સીલ કરીને લાંબા ગાળાનું રક્ષણ આપે છે.
- ધાબાનું વિગતવાર નિરીક્ષણ
- તિરાડો અને લીકેજના કારણોની ઓળખ
- PSv Premix દ્વારા ક્રેક સીલિંગ
- PPC મેટ વડે મહત્વના જોડાણોનું રિઇન્ફોર્સમેન્ટ
- ટોટલ ચાર વખત PSv Protective Coating દ્વારા સંપૂર્ણ વોટરપ્રૂફ રક્ષણ
- અંતિમ ગુણવત્તા ચકાસણી
- 5 વર્ષની નિશ્ચિંત ગેરેન્ટી ( કોટિંગ નું આયુષ્ય 8 થી 10 વર્ષ)
નોંધ: દરેક ધાબાની સ્થિતિ અલગ હોવાથી વાસ્તવિક ટ્રીટમેન્ટ સાઇટની પરિસ્થિતિ મુજબ નક્કી કરવામાં આવે છે.
અમદાવાદમાં Terrace Waterproofing ના દર
અમદાવાદમાં Terrace Waterproofing માટેના અમારા અંદાજિત દર ટેરેસના વિસ્તાર અને સાઇટની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે.
✅ ₹50/- પ્રતિ ચોરસ ફૂટ – સમતલ પ્લાસ્ટર કે ચાઈના મોજેક સરફેસ માટે.
✅ ₹60/- પ્રતિ ચોરસ ફૂટ –ટાઇલ્સ લગાવેલ ધાબા માટે.( દરેક ટાઇલ્સ ના સાંધા PPC Mat થી શીલ કરવામાં લેબર કોસ્ટ વધે છે.)
✅ ન્યૂનતમ ચાર્જ ₹15,000 – 300 ચોરસ ફૂટથી ઓછી જગ્યાઓ માટે અથવા
→ 300 ચોરસ ફૂટ સુધીના ધાબા માટે આદર્શ DIY વિકલ્પ
ઉપરોક્ત દરોમાં વોટરપ્રૂફિંગ કેમિકલ, મજૂરી, હાઇ પ્રેસર સ્પ્રે એપ્લિકેશન સાધનો તથા કુલ ચાર પ્રોટેક્ટિવ કોટિંગનો સમાવેશ થાય છે, જેથી તમને પ્રતિ ચોરસ ફૂટનો ખર્ચ સ્પષ્ટ અને પારદર્શક રીતે જાણી શકાય.
નોંધ: ટેરેસની હાલની સ્થિતિ અનુસાર નવા વાટા ભરવા અથવા ધાબા પર પડેલા મોટા ગાબળાનું પ્લાસ્ટર જેવા વધારાના કામ માટે અલગ ચાર્જ લાગુ પડી શકે છે.
અમે અમદાવાદ અને આસપાસના ના તમામ વિસ્તારોમાં Terrace Waterproofing સેવા પ્રદાન કરીએ છીએ.
10,000 ચોરસ ફૂટથી મોટા પ્રોજેક્ટ્સ માટે અમે સમગ્ર ભારતમાં સેવા ઉપલબ્ધ કરીએ છીએ. આવા પ્રોજેક્ટ્સ માટે અમદાવાદના સ્થાનિક દરો ઉપરાંત મુસાફરી અને સાઇટ મેનેજમેન્ટ ખર્ચ મુજબ 20% વધારાનો ચાર્જ લાગુ પડે છે.
ધાબાના વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો
PSV Premix ટેકનોલોજીથી વોટરપ્રૂફિંગ શું છે?
Waterseal PSV Premix એ ટેરેસ અને ખુલ્લી RCC સપાટીઓ માટે ખાસ વિકસાવવામાં આવેલી અદ્યતન વોટરપ્રૂફિંગ સિસ્ટમ છે. તેમાં અલગથી સિમેન્ટ મિશ્રિત કરવાની જરૂર પડતી નથી, જેના કારણે કોટિંગ વધુ લવચીક બને છે અને તિરાડ પડવાની શક્યતા ઘટે છે.
PSV Premix દ્વારા બનેલું મેમ્બ્રેન વરસાદી પાણી, તડકો અને તાપમાનના ફેરફારો સામે લાંબા સમય સુધી અસરકારક રક્ષણ આપે છે. યોગ્ય રીતે કરવામાં આવેલી 4-કોટ સિસ્ટમ સામાન્ય પરિસ્થિતિઓમાં 8 થી 10 વર્ષ સુધી વિશ્વસનીય વોટરપ્રૂફિંગ સુરક્ષા આપી શકે છે.
જૂના ધાબામાં નાની હેર ક્રેકસ દેખાય છે પણ હજી પાણી ટપકતું નથી તો વોટરપ્રૂફિંગ કરવું જરૂરી છે?
હા. ધાબામાં દેખાતી નાની હેર ક્રેકસ ભવિષ્યમાં લીકેજની શરૂઆત બની શકે છે. શરૂઆતમાં પાણી ટપકતું ન હોય છતાં વરસાદી પાણી ધીમે ધીમે આ તિરાડોમાંથી અંદર પ્રવેશીને કોંક્રિટ, સ્ટીલ અને પ્લાસ્ટરને નુકસાન પહોંચાડી શકે છે.
સમયસર વોટરપ્રૂફિંગ કરાવવાથી તિરાડો સીલ થઈ જાય છે અને પાણીના પ્રવેશને અટકાવી શકાય છે. પરિણામે ભીનાશ, છતમાંથી પાણી ટપકવું, પ્લાસ્ટર ઊખડવું અને મોંઘા રિપેરિંગ ખર્ચથી બચી શકાય છે.
તેથી જો તમારા ધાબામાં હેર ક્રેકસ દેખાઈ રહી હોય, તો લીકેજ શરૂ થાય તેની રાહ જોવાને બદલે નિષ્ણાત દ્વારા તપાસ કરાવી યોગ્ય વોટરપ્રૂફિંગ કરાવવું વધુ યોગ્ય અને ખર્ચ બચાવનાર નિર્ણય છે.
ધાબા પર પાણી ભરાઈ રહેતું હોય તો શું વોટરપ્રૂફિંગથી સમસ્યા દૂર થઈ શકે?
હા. જો ધાબા પર સામાન્ય પ્રમાણમાં થોડા સમય માટે પાણી ભરાઈ રહેતું હોય, તો યોગ્ય વોટરપ્રૂફિંગ કર્યા પછી તે પાણી કોંક્રિટમાં પ્રવેશતું નથી અને નીચેના સીલિંગમાં લીકેજ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.
પરંતુ જો ધાબા પર પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હોય અથવા પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો ન હોય, તો માત્ર વોટરપ્રૂફિંગ પૂરતું નથી. આવી સ્થિતિમાં પાણી સરળતાથી બહાર નીકળી શકે તે માટે યોગ્ય ઢાળ (Slope) બનાવવી, ડ્રેનેજ સુધારવું અથવા જરૂર મુજબ નવી આઉટલેટ પાઇપ લગાવવી જરૂરી બને છે.
શ્રેષ્ઠ પરિણામ માટે વોટરપ્રૂફિંગ સાથે પાણીના નિકાલની સમસ્યાનો પણ યોગ્ય ઉકેલ કરવો જરૂરી છે.
વોટરપ્રૂફિંગ માટે આખું જૂનું ધાબું તોડવું પડે છે?
ના. મોટાભાગના કેસમાં ધાબું તોડવાની જરૂર પડતી નથી. ધાબાની સ્થિતિ તપાસ્યા પછી યોગ્ય સપાટી તૈયારી અને જરૂરી રિપેર કરીને વોટરપ્રૂફિંગ કરી શકાય છે. માત્ર ગંભીર નુકસાન હોય ત્યારે જ વધારાના સિવિલ કામની જરૂર પડે છે.
આ ચોમાસું શરૂ થયું ત્યારે લીકેજની ખબર પડી છે અને અત્યારે ધાબાનું વોટરપ્રૂફિંગ કરાવવું છે. તો શું ઉકેલ છે?
હા, ચોમાસા દરમિયાન પણ ઘણી વખત ધાબાનું વોટરપ્રૂફિંગ કરી શકાય છે. સતત વરસાદ પડતો હોય ત્યારે કામ કરવું મુશ્કેલ બને છે, પરંતુ જ્યારે વરસાદ 2–3 દિવસ માટે બંધ રહે અથવા હવામાન અનુકૂળ હોય ત્યારે વોટરપ્રૂફિંગનું કામ કરી શકાય છે.
વોટરપ્રૂફિંગમાં ઉપયોગમાં લેવાતી દરેક કોટને હવામાં સુકાવવા માટે સામાન્ય રીતે થોડા કલાકોનો સમય જરૂરી હોય છે. તેથી કામ શરૂ કરતાં પહેલાં હવામાનની સ્થિતિ અને વરસાદની આગાહી ધ્યાનમાં લેવામાં આવે છે.
જો ચોમાસામાં જ લીકેજ શરૂ થયું હોય, તો વરસાદ પૂરો થવાની રાહ જોવાને બદલે નિષ્ણાત દ્વારા સ્થળની તપાસ કરાવી યોગ્ય સમયે વોટરપ્રૂફિંગ કરાવવું વધુ સારું રહે છે. સમયસર કરાયેલ વોટરપ્રૂફિંગ લીકેજને વધતા અટકાવે છે અને ઇમારતને વધુ નુકસાનથી બચાવે છે.
