શું તમારા ઘરમાં પાણી ટપકે છે? યોગ્ય ઉકેલ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
DIY vs Waterproofing Contractor - તમે શું પસંદ કરશો?
બંનેના પોતાના ફાયદા છે, પરંતુ કઈ પરિસ્થિતિ માટે કયો વિકલ્પ યોગ્ય છે. નીચે DIY Vs વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરની વિગતવાર સરખામણી બતાવી છે.
| પસંદગી | ખર્ચ (Approx) | શું સામેલ છે? |
|---|---|---|
| Waterproofing Contractor | ₹60 – ₹120 / Sq.Ft | Labour + Material + Warranty |
| DIY વોટરપ્રૂફિંગ | ₹25 – ₹35 / Sq.Ft | Chemical + DIY Support + Tools |
➡ નાના એરિયા માં DIY વોટરપ્રૂફિંગ યોગ્ય છે. જ્યારે મોટી જગ્યામાં લીકેજ હોય ત્યારે વોટરપ્રૂફિંગ કોન્ટ્રાકટર પાસે કામ લેવું વધારે અનુકૂળ રહે છે.
સૌપ્રથમ તમારી લીકેજની સમસ્યા ઓળખો
દરેક પ્રકારના લીકેજ માટે એકસરખું સોલ્યુશન કામ કરતું નથી. ખોટી સારવાર કરવાથી વારંવાર રિપેર અને વધારાનો ખર્ચ થાય છે.
↓નીચે આપેલા લક્ષણો પરથી તમે સરળતાથી નક્કી કરી શકો છો કે DIY વોટરપ્રૂફિંગ પૂરતું છે કે પ્રોફેશનલ કોન્ટ્રાક્ટરની જરૂર છે.
DIY vs Waterproofing Contractor
ઘરમાં લીકેજની સમસ્યા થાય ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણમાં પડી જાય છે—શું જાતે (DIY) વોટરપ્રૂફિંગ કરવું કે અનુભવી વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરની સેવા લેવી?
બંને વિકલ્પ યોગ્ય હોઈ શકે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં નહીં. જો ખોટો નિર્ણય લેવાય તો વારંવાર રિપેર કરાવવો પડે, ખર્ચ વધે અને દિવાલો તથા છતને વધુ નુકસાન થઈ શકે છે.
આ માર્ગદર્શિકામાં તમે સરળ ભાષામાં જાણી શકશો:
- કયા પ્રકારના લીકેજ માટે DIY વોટરપ્રૂફિંગ યોગ્ય છે.
- ક્યારે પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરની જરૂર પડે છે.
- ખર્ચ, જોખમ અને લાંબા સમય સુધી ટકાઉ પરિણામ વિશેની સાચી માહિતી.
આ સરખામણી વાંચ્યા પછી તમે તમારી સમસ્યા પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશો અને બિનજરૂરી ખર્ચથી બચી શકશો.
1️⃣ ધાબા પર ક્રેકસ ને લીધે ભેજ (Surface Dampness)
લક્ષણો:
- દિવાલનો પેઇન્ટ ઊખડવો
- વરસાદ દરમિયાન ભીના ડાઘ દેખાવા
યોગ્ય ઉપાય :✅ DIY વોટરપ્રૂફિંગ પૂરતું છે.
2️⃣ ટાઇલ જોડાણ / બાથરૂમ લીકેજ
લક્ષણો:
- બાથરૂમમાંથી લીકેજ
- ટાઇલની જોડમાંથી પાણી પસાર થવું
- બાલ્કનીમાં સીપેજ
યોગ્ય ઉપાય : ✅ DIY + યોગ્ય કેમિકલનો ઉપયોગ.
3️⃣ છતમાંથી સતત પાણી ટપકવું
લક્ષણો:
- સતત પાણી ટપકવું
- છત ભીની રહેવી
- પ્લાસ્ટર ફૂલવું અથવા ઊખડવું
યોગ્ય ઉપાય : ✅ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરની સેવા લો.
4️⃣ સ્ટ્રક્ચરલ ક્રેક લીકેજ (Structural Crack)
લક્ષણો:
- મોટી અથવા ઊંડી તિરાડ
- અગાઉ કરાવેલુ રિપેરિંગ નિષ્ફળ જવું.
યોગ્ય ઉપાય : ✅ અનુભવી વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર.
5️⃣ બેઝમેન્ટ / ટાંકી માં એક્ટિવ વોટર પ્રેશર લીકેજ
લક્ષણો:
- દિવાલમાંથી સીધું પાણી ફૂટવું.
- જમીનની નીચે સતત ભેજ કે પાણી રહેવું.
યોગ્ય ઉપાય : ✅ એક્સપર્ટ કોન્ટ્રાક્ટર દ્વારા સારવાર.
જો હજી પણ લીકેજ સમસ્યાની ખાતરી નથી?
તો, તમારી લીકેજની સમસ્યાનો ફોટો અમને WhatsApp પર મોકલો. અમારી નિષ્ણાત ટીમ તમારી સમસ્યા જોઈને યોગ્ય અને અસરકારક ઉપાય સૂચવશે.
DIY Waterproofing અને Professional Waterproofing Contractor વચ્ચેનો વાસ્તવિક તફાવત
1. પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર
જ્યારે લીકેજનું મૂળ કારણ સ્પષ્ટ ન હોય, સતત પાણી આવતું હોય અથવા બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન થતું હોય ત્યારે પ્રોફેશનલ કોન્ટ્રાક્ટરની સેવા સૌથી યોગ્ય વિકલ્પ છે.
શું કરવામાં આવે છે?
- સ્થળનું નિરીક્ષણ અને લીકેજનું મૂળ કારણ શોધવું
- સપાટીની યોગ્ય તૈયારી
- ક્રેક ટ્રીટમેન્ટ
- પ્રોફેશનલ કેમિકલ કોટિંગ સિસ્ટમ
- કુશળ લેબર અને સુપરવિઝન
- અંતિમ ટેસ્ટિંગ અને વોરંટી
ફાયદા
- સમસ્યાનું ચોક્કસ નિદાન થાય છે.
- લાંબા સમય સુધી ટકાઉ પરિણામ મળે છે.
- વોરંટી સાથે સેવા મળે છે.
- મોટા વિસ્તાર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
મર્યાદાઓ
- ખર્ચ પ્રમાણમાં વધુ હોય છે.
- સમય અને શેડ્યૂલ પર આધાર રાખે છે.
- નાના કામ માટે હંમેશા જરૂરી નથી.
2. જાતે વોટરપ્રૂફિંગ (DIY Waterproofing)
જો સમસ્યા નાની હોય, જેમ કે હળવી ભેજ, ટાઇલ જોડાણમાંથી સીપેજ અથવા શરૂઆતનું લીકેજ હોય, તો યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય કેમિકલની મદદથી તમે જાતે પણ વોટરપ્રૂફિંગ કરી શકો છો.
શું કરવામાં આવે છે?
- લીકેજવાળો ભાગ ઓળખવો
- સપાટી સાફ અને તૈયાર કરવી
- યોગ્ય વોટરપ્રૂફિંગ કેમિકલ લગાવવું
- જરૂર મુજબ ક્રેક ભરવા ફેબ્રિક/મેટનો ઉપયોગ કરવો
- સૂચના મુજબ બીજો કોટ આપવો
- સુકાઈ ગયા પછી પરિણામ ચકાસવું
ફાયદા
- ખર્ચ ઓછો આવે છે.
- તરત જ કામ શરૂ કરી શકાય છે.
- નાના વિસ્તાર માટે ઉત્તમ વિકલ્પ છે.
- સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ છે.
મર્યાદાઓ
- ખોટી એપ્લિકેશનનું જોખમ રહે છે.
- મોટા અથવા ગંભીર લીકેજમાં અસર મર્યાદિત રહે છે.
- સપાટીની યોગ્ય તૈયારી કરવી ખૂબ જરૂરી છે.
DIY વોટરપ્રૂફિંગ ટ્રેનિંગ અને સંપૂર્ણ ટેક્નિકલ માર્ગદર્શન — નિઃશુલ્ક
Waterseal એવા ગ્રાહકોને સંપૂર્ણ ટેક્નિકલ માર્ગદર્શન આપે છે, જે જાતે (DIY) વોટરપ્રૂફિંગ કરવા માંગે છે. યોગ્ય માર્ગદર્શન અને ટેક્નિકલ સપોર્ટ દ્વારા તમે કોન્ટ્રાક્ટર વગર પણ ગુણવત્તાસભર અને લાંબા સમય સુધી ટકાઉ પરિણામ મેળવી શકો છો.
YouTube ઉપર વિડિયો ટ્યુટોરિયલ
અમારા વોટરપ્રૂફિંગ કરતાં વિગતવાર વિડિયો અમારી ચેનલ પર જોઈ સરળતાથી કામ કરાવો.
- સ્ટેપ-બાય-સ્ટેપ વોટરપ્રૂફિંગ એપ્લિકેશન
- સપાટી (Surface) તૈયાર કરવાની સંપૂર્ણ રીત
- કેમિકલ મિક્સિંગ અને કોટિંગ પ્રક્રિયા
- એપ્લિકેશન દરમિયાન ઉપયોગી ટેક્નિકલ માર્ગદર્શન
▶️ વિડિયો જોવા અમારી YouTube ચેનલ જુઓ.
WhatsApp પર ટેક્નિકલ માર્ગદર્શન
વોટરપ્રૂફિંગ દરમિયાન કોઈપણ પ્રશ્ન હોય તો અમારી નિષ્ણાત ટીમ તમારી મદદ માટે તૈયાર છે.
- નિઃશુલ્ક ટેક્નિકલ સલાહ
- તમારી સાઇટના ફોટા મોકલી યોગ્ય ઉકેલ
- એપ્લિકેશનમાં થયેલી ભૂલોનું તરત માર્ગદર્શન
- કવરેજ, કોટની સંખ્યા અને પ્રોડક્ટ ઉપયોગ અંગે માહિતી
DIY માર્ગદર્શિકા અને ટેક્નિકલ મેન્યુઅલ
વિગતવાર માર્ગદર્શિકા દ્વારા દરેક પ્રકારની વોટરપ્રૂફિંગ સરળતાથી સમજો.
- ક્રેક ટ્રીટમેન્ટ માર્ગદર્શિકા
- ટેરેસ વોટરપ્રૂફિંગ માર્ગદર્શિકા
- પાણીની ટાંકી (Water Tank) વોટરપ્રૂફિંગ માર્ગદર્શિકા
- પ્રોડક્ટ ઉપયોગ અને એપ્લિકેશન સૂચનાઓ
Waterproofing Cost Calculator દ્વારા ટેરેસ વોટરપ્રૂફિંગનો અંદાજિત ખર્ચ સરળતાથી જાણો
હવે ટેરેસ વોટરપ્રૂફિંગનો અંદાજિત ખર્ચ જાણી લેવો પહેલાં કરતાં વધુ સરળ બની ગયો છે. અમારું Waterproofing Cost Calculator તમારા ટેરેસનું ક્ષેત્રફળ (Area) આધારે જરૂરી વોટરપ્રૂફિંગ મટિરિયલની માત્રા અને અંદાજિત કુલ ખર્ચની ગણતરી કરીને તરત જ પરિણામ આપે છે.
આ અંદાજની મદદથી તમે DIY વોટરપ્રૂફિંગ અને પ્રોફેશનલ કોન્ટ્રાક્ટરના ખર્ચની સરળતાથી સરખામણી કરી શકો છો, યોગ્ય બજેટનું આયોજન કરી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય લઈ શકો છો.
વોટરપ્રૂફિંગ કરાવતા પહેલાં આ મહત્વની બાબતો જરૂર જાણો
ભારતમાં મોટાભાગના વોટરપ્રૂફિંગના કામ થોડા સમય પછી નિષ્ફળ જાય છે. તેનું મુખ્ય કારણ ખોટી પ્રોડક્ટની પસંદગી, ખોટું મિક્સિંગ રેશિયો, સપાટીની અપૂરતી તૈયારી અને યોગ્ય કોટિંગ પ્રક્રિયાનું પાલન ન કરવું છે.
ખોટી રીતે કરાયેલ વોટરપ્રૂફિંગ થોડા સમય માટે લીકેજ રોકી શકે છે, પરંતુ થોડા જ સમયમાં સમસ્યા ફરી શરૂ થાય છે. પરિણામે ફરી રિપેર કરાવવો પડે છે, વધારાનો ખર્ચ થાય છે અને ઘર અથવા બિલ્ડિંગને વધુ નુકસાન થઈ શકે છે.
તેથી, યોગ્ય વોટરપ્રૂફિંગ મટિરિયલ, યોગ્ય એપ્લિકેશન પદ્ધતિ અને યોગ્ય કોટિંગ સિસ્ટમની પસંદગી લાંબા સમય સુધી ટકાઉ પરિણામ મેળવવા માટે અત્યંત જરૂરી છે.
વરસાદની ઋતુ (ચોમાસા) શરૂ થાય તે પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું સૌથી યોગ્ય સમય ગણાય છે. છેલ્લી ઘડીએ ઉતાવળમાં અથવા માત્ર ઓછા ખર્ચના આધારે લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં વધુ ખર્ચાળ સાબિત થઈ શકે છે.
યાદ રાખો: સારી ગુણવત્તાનું વોટરપ્રૂફિંગ એક ખર્ચ નહીં, પરંતુ તમારા ઘર અને સંપત્તિની લાંબા ગાળાની સુરક્ષા માટેનું રોકાણ છે.
સસ્તા કોન્ટ્રાક્ટરના લોભમાં ન પડો — યોગ્ય રીત અપનાવો
માત્ર ઓછા ખર્ચના આધારે કોન્ટ્રાક્ટર પસંદ કરવો ઘણી વખત મોંઘો નિર્ણય સાબિત થાય છે. ઘણા કોન્ટ્રાક્ટરો નબળી ગુણવત્તાનું મટિરિયલ, ખોટું મિક્સિંગ રેશિયો અને અધૂરી કોટિંગ પ્રક્રિયા અપનાવતા હોવાથી થોડા જ સમયમાં લીકેજ ફરી શરૂ થઈ જાય છે.
લાંબા સમય સુધી ટકાઉ પરિણામ મેળવવા માટે ગુણવત્તાયુક્ત વોટરપ્રૂફિંગ મટિરિયલનો ઉપયોગ, યોગ્ય એપ્લિકેશન પદ્ધતિ અને સંપૂર્ણ કોટિંગ સિસ્ટમનું પાલન કરવું ખૂબ જરૂરી છે. વિશ્વાસપાત્ર કારીગર દ્વારા કામ કરાવવું અને ટેક્નિકલ માર્ગદર્શન લેવું પણ એટલું જ મહત્વનું છે.
Waterseal અમદાવાદ અને તેની આસપાસ દરેક વોટરપ્રૂફિંગ સર્વિસ પૂરી પાડે છે. પરંતુ બહારગામ ના ઘરમાલિકો પોતાના મકાન નું ચોક્કસ અને કાયમી ભેજ અને લીકેજ નું નિદાન કરી તેનું વોટરપ્રૂફિંગ કરાવી શકે તે માટે અમારા દ્વારા નિઃશુલ્ક ટેક્નિકલ માર્ગદર્શન ઉપલબ્ધ છે, જેથી યોગ્ય પ્રોડક્ટ, યોગ્ય પ્રક્રિયા અને યોગ્ય કોટિંગ સિસ્ટમ પસંદ કરવામાં સરળતા રહે.
યાદ રાખો: સસ્તું કામ શરૂઆતમાં બચત કરાવે છે, પરંતુ યોગ્ય રીતે કરાયેલ ગુણવત્તાયુક્ત વોટરપ્રૂફિંગ લાંબા ગાળે પૈસા બચાવે છે અને તમારા ઘરને વર્ષો સુધી સુરક્ષિત રાખે છે.
DIY vs Waterproofing Contractor વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો
DIY વોટરપ્રૂફિંગ શું છે?
DIY (Do It Yourself) Waterproofing એટલે વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરને બોલાવ્યા વગર, યોગ્ય વોટરપ્રૂફિંગ કેમિકલ અને યોગ્ય એપ્લિકેશન પદ્ધતિની મદદથી જાતે જ લીકેજ અથવા સીપેજની સમસ્યાનું સમાધાન કરવું.
આ પ્રક્રિયામાં સામાન્ય રીતે સપાટીની સફાઈ, તિરાડોનું સમારકામ (Crack Treatment) અને વોટરપ્રૂફિંગ કોટિંગ લગાવવાનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ બાથરૂમના જોડાણ, બાલ્કની, પાણીની ટાંકી અથવા છત પર થતી શરૂઆતની ભેજ અને નાના લીકેજ માટે સૌથી યોગ્ય છે.
પરંતુ મોટા લીકેજ, સ્ટ્રક્ચરલ ક્રેક અથવા સતત પાણી ટપકવાની સમસ્યામાં પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરની સેવા લેવી જરૂરી છે.
શું હું જાતે વોટરપ્રૂફિંગ કરી શકું?
હા. યોગ્ય મટિરિયલ, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય એપ્લિકેશન પદ્ધતિ સાથે તમે જાતે વોટરપ્રૂફિંગ કરી શકો છો.
યોગ્ય DIY Waterproofing Kit / Combo Pack ની મદદથી લગભગ 300 Sq.ft. સુધીનો વિસ્તાર સરળતાથી કવર કરી શકાય છે. આ કિટમાં જરૂરી પ્રોડક્ટ્સ, જરૂરી સાધનો અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા ઉપલબ્ધ હોય છે.
જો તમે જાતે કામ કરવા માંગતા ન હો, તો ઘરના વિશ્વાસપાત્ર પેઇન્ટર અથવા કારીગર પાસેથી પણ અમારા માર્ગદર્શન મુજબ સરળતાથી કામ કરાવી શકો છો.
ટાઇલ્સ, પથ્થર અથવા ચાઇના મોઝેકની વોટરપ્રૂફિંગ માટે કયું કેમિકલ યોગ્ય છે?
ટાઇલ્સ, ચાઇના મોઝેક અને કુદરતી પથ્થરનો ઉપયોગ સામાન્ય રીતે પાણીની ટાંકી, સ્વિમિંગ પૂલ, ગેલેરી, બાલ્કની અને ટેરેસમાં કરવામાં આવે છે. સમય જતાં હવામાન અને તાપમાનના કારણે તેમના જોડાણ (Joints) પહોળા થઈ જાય છે, જેના કારણે પાણીનું સીપેજ શરૂ થાય છે.
અગાઉ આવી સમસ્યાઓ માટે મુખ્યત્વે Epoxy અથવા FRP Coating નો ઉપયોગ કરવામાં આવતો હતો.
પરંતુ હવે Waterseal PSV-Premix + PPC Mat System દ્વારા ટાઇલ્સ અને મોઝેક તોડ્યા વગર પણ ઘણા વર્ષો સુધી અસરકારક અને ટકાઉ વોટરપ્રૂફિંગ કરી શકાય છે, જે લીકેજની સમસ્યાનું વિશ્વસનીય સમાધાન પૂરું પાડે