બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution પસંદ કરવાની Guide

Waterproofing Solution for Building Conditions | બિલ્ડિંગની હાલત પ્રમાણે વોટરપ્રૂફિંગ સુધારો

છતની હાલત ઓળખો → યોગ્ય Waterproofing Solution પસંદ કરો → લાંબા સમય સુધી છત લીકેજથી બચો

દરેક છત અને બિલ્ડિંગની હાલત અલગ હોય છે. છત લીકેજ, પાણી ભરાવા કે જૂની છત માટે યોગ્ય waterproofing solution પસંદ કરવાથી લાંબા સમય સુધી સુરક્ષા મળે છે.આ માર્ગદર્શિકા તમને બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution પસંદ કરવામાં મદદ કરશે.

Waterproofing Solution for Building Conditions

બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution કેમ મહત્વપૂર્ણ છે?

દરેક બિલ્ડિંગ અને છતની હાલત અલગ હોય છે. કોઈ જગ્યાએ છતમાંથી પાણી ટપકતું હોય છે, તો ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં એક જ waterproofing પદ્ધતિ દરેક મકાન માટે અસરકારક રહેતી નથી.

બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution પસંદ કરવાથી છત લીકેજ અને ભેજની સમસ્યાથી લાંબા સમય સુધી સુરક્ષા મળે છે.આ માર્ગદર્શિકા તમને તમારી છતની હાલત સમજીને યોગ્ય waterproofing solution પસંદ કરવામાં મદદ કરશે.

તમારા મકાનની ઉમર અને બાંધકામના પ્રકાર મુજબ Waterproofing Solution પસંદ કરો

Waterproofing કામ શરૂ કરતા પહેલા તમારા મકાનની ઉમર અને બાંધકામનો પ્રકાર સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જુદા જુદા સમયગાળામાં બનેલા મકાનોમાં બાંધકામની પદ્ધતિ, સામગ્રી અને waterproofingની જરૂરિયાત અલગ અલગ હોય છે.

જૂના મકાનોમાં સામાન્ય રીતે concrete ની ગુણવત્તા ઓછી, જોડાણોમાં cracks અને plaster ની પકડ નબળી હોય છે. જ્યારે નવા બાંધકામમાં RCC structure, proper slope અને modern materialsનો ઉપયોગ થતો હોવાથી waterproofing solution પણ અલગ રીતે પસંદ કરવો પડે છે.

એટલે કે, મકાન જૂનું છે કે નવું, RCC છે કે slab-based construction — આ બધાની સમજથી જ બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution યોગ્ય રીતે પસંદ કરી શકાય છે.


વોટરપ્રૂફિંગ પહેલા છતની હાલતનું યોગ્ય મૂલ્યાંકન કેમ જરૂરી છે?

કોઈપણ waterproofing solution લાગુ કરતા પહેલા છતની હાલતનું વિગતવાર મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી છે. છત ઉપર cracks, જૂની repair, પાણી ભરાવાની સમસ્યા કે slope ની ખામી હોય તો સીધું waterproofing કરવાથી યોગ્ય પરિણામ મળતું નથી.

છતની ઉપરલી સપાટી, slab ની મજબૂતી, જોડાણોની સ્થિતિ અને વરસાદી પાણી નીકાસની વ્યવસ્થા — આ તમામ બાબતો waterproofing solution ની પસંદગી પર સીધી અસર કરે છે.

બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution પસંદ કરવાથી repair કામ અને waterproofing બંને વધુ અસરકારક બને છે અને future leakage problems ટાળી શકાય છે.

Waterproofing Solution for Building Conditions – જૂની છતની 7 સામાન્ય સ્થિતિ 

સમય જતા મોટાભાગની જૂની છતોમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ક્યાંક cracks પડેલા હોય છે, તો ક્યાંક પાણી ભરાવા કે જૂની waterproofing coating ખરાબ થઈ ગઈ હોય છે. દરેક સ્થિતિ માટે એક જ waterproofing solution લાગુ કરવાથી યોગ્ય પરિણામ મળતું નથી.

નીચે જૂની છતની 7 સામાન્ય સ્થિતિ સમજાવવામાં આવી છે અને દરેક સ્થિતિ માટે કયો waterproofing solution વધુ યોગ્ય રહે છે તે સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. તમારી છત કઈ સ્થિતિમાં આવે છે તે ઓળખીને યોગ્ય solution પસંદ કરવાથી લાંબા સમય સુધી છત લીકેજની સમસ્યાથી બચી શકાય છે.Each of these problems requires a different waterproofing solution for building conditions to ensure long-lasting protection.

નોંધ: Waterproofing કામ શરૂ કરતા પહેલા તમારી છત નીચેની સ્થિતિમાંથી કઈમાં આવે છે તે ઓળખવું ખૂબ જરૂરી છે.

જૂની છતમાં plaster ઊખડી જવાથી થતી leakage સમસ્યા
છતમાં cracks અને damaged plaster થવાથી waterproofing પહેલા repair કરવું જરૂરી બને છે

જો તમારી છતની સપાટી ઉપર  દર્શાવેલી તસવીર જેવી હોય—જ્યાં જૂનો plaster તૂટી ગયો હોય, સપાટી અસમાન બની ગઈ હોય અથવા cracks અને ખાડા દેખાતા હોય—તો સીધું waterproofing લગાવવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં waterproofing કરતાં પહેલા છતનું યોગ્ય repair કરવું ખૂબ જરૂરી છે.

1. છતમાં cracks અથવા damaged plaster

જો તમારી છતની સપાટી નીચે દર્શાવેલી તસવીર જેવી હોય—જ્યાં જૂનો પ્લાસ્ટર ટુકડાઓમાં ઊખડી ગયો હોય, સપાટી અસમાન બની ગઈ હોય અથવા ખાડા દેખાતા હોય—તો સીધું waterproofing લગાવવું યોગ્ય નથી. આવા કેસમાં waterproofing કરતાં પહેલા નીચેના પગલાં અનુસરવા જરૂરી છે.

Waterproofing પહેલા કરવાના જરૂરી પગલાં:

  • છતની સપાટી પરથી બધા ઢીલા, તૂટેલા અથવા નુકશાનગ્રસ્ત પ્લાસ્ટરને સંપૂર્ણ રીતે દૂર કરો, જેથી મજબૂત આધાર મળી શકે.

  • ત્યારબાદ નવા પ્લાસ્ટર માટે નીચે આપેલા અનુપાતમાં મિક્સ તૈયાર કરો:

    • 1 ભાગ સિમેન્ટ

    • 1 ભાગ screen કરેલી રેતી

    • 1 ભાગ નાનો કાંકરીટ (small concrete)

  • આ સામગ્રીને મિક્સ કરવા માટે લગભગ 10 લિટર પાણીમાં 1 લિટર PSv waterproofing chemical ઉમેરો.આથી plasterનું bonding મજબૂત બને છે અને waterproofing ગુણધર્મ પણ વધે છે.

  • તૈયાર થયેલ મિશ્રણને તમામ નુકશાનગ્રસ્ત વિસ્તારો પર સમાન રીતે લગાવો, જેથી છતની સપાટી ગોળ, મજબૂત અને યોગ્ય સ્તરવાળી બને.

  • પ્લાસ્ટર યોગ્ય રીતે cure થયા પછી અને સપાટી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારબાદ, છતની હાલત પ્રમાણે યોગ્ય Waterproofing Solution લાગુ કરો.

Waterproofing લાગુ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા માટે તમે અમારી વિગતવાર માર્ગદર્શિકા
DIY Terrace Waterproofing પણ જોઈ શકો છો.

છત પર પાણી ભરાયેલું રહેવાની સમસ્યા (Ponding on terrace)
છત પર લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવું લીકેજનું મુખ્ય કારણ બને છે
ખોટી ઢાળના કારણે છત પર પાણી અટકવાની સ્થિતિ
ખોટી ઢાળ અને drainage ના કારણે છત પર પાણી અટકી રહે છે

જો વરસાદ પછી છત પર આવી રીતે પાણી ભરાયેલું રહેતું હોય અથવા ખોટી ઢાળના કારણે પાણી Drain તરફ ન વહેતું હોય, તો waterproofing કરતાં પહેલા surface levelling અને slope correction કરવી જરૂરી છે. આવી તૈયારી કર્યા વિના waterproofing solution લાંબા સમય સુધી અસરકારક રહેતું નથી.

2. છત પર પાણી ભરાયેલું રહેવું (Ponding Problem)

જો તમારી છતની સપાટી બાજુમાં દર્શાવેલી તસવીર જેવી હોય—જ્યાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલું રહે છે અને તેના કારણે ઘરમાં લીકેજ થતું હોય—તો waterproofing શરૂ કરતા પહેલા છતનું લેવલ અને ઢાળ સુધારવી ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં નીચે આપેલા પગલાં અનુસરો.

પ્લાસ્ટર્ડ છતો માટે લેવલ સુધારવાના પગલાં:

  • છત પર જ્યાં જ્યાં પાણી ભરાયેલું રહે છે અથવા નાના–મોટા પાણીના કુંડાળાં બને છે તે તમામ વિસ્તારો સ્પષ્ટ રીતે ઓળખો.

  • છીણી અને હથોડીનો ઉપયોગ કરીને તે વિસ્તારો હળવા હાથથી ખુરચો, જેથી જૂની સપાટી દૂર થાય અને waterproofing માટે યોગ્ય bonding surface તૈયાર થાય.

  • લેવલિંગ મોર્ટાર નીચેના અનુપાતમાં તૈયાર કરો:

    • 1 ભાગ સિમેન્ટ

    • 2 ભાગ ચાળેલી રેતી

  • મોર્ટાર મિક્સ બનાવવા માટે લગભગ 10 લિટર પાણીમાં 1 લિટર PSv waterproofing chemical ઉમેરો, જેથી મોર્ટારનું bonding અને waterproofing ગુણધર્મ વધે.

  • તૈયાર થયેલ મિશ્રણને સમાન રીતે લગાવો અને છતનો યોગ્ય ઢાળ (slope) બનાવો, જેથી વરસાદી પાણી Drain તરફ સરળતાથી વહે અને ક્યાંય રોકાતું ન રહે.

  • લેવલિંગ અને યોગ્ય ક્યુરિંગ થયા પછી, “DIY Terrace Waterproofing Guide” મુજબ waterproofing treatment કરો.

  • નોટ: જો ખાબોચિયા ખૂબ ઊંડા ન હોય, તો લેવલિંગ કર્યા વિના સીધું PSv coating લગાવવામાં પણ કોઈ સમસ્યા થતી નથી.
ટાઇલ્સના જોઇન્ટ્સમાં જગ્યા થવાથી પાણી seep થવાની સમસ્યા
ટાઇલ અથવા પથ્થરના જોઇન્ટ્સમાં જગ્યા થવાથી પાણી seep થતી સ્થિતિ

ટાઇલ અથવા પથ્થરના જોઇન્ટ્સમાં બનેલી નાની જગ્યા પણ પાણી માટે પ્રવેશદ્વાર બની શકે છે. જો આ જગ્યાઓ સમયસર સીલ ન કરવામાં આવે, તો ભેજ slab સુધી પહોંચે છે અને લીકેજની સમસ્યા શરૂ થાય છે. તેથી waterproofing solution લાગુ કરતા પહેલા joint filling અને sealing કરવું સૌથી મહત્વપૂર્ણ પગલું છે.

3. ટાઇલ અથવા પથ્થરના જોઇન્ટ્સમાં જગ્યા હોવી  

જો તમારી છતની સપાટી બાજુમાં દર્શાવેલી તસવીર જેવી હોય—જ્યાં ટાઇલ્સ અથવા પથ્થરના સ્લેબ્સના જોઇન્ટ્સમાં જગ્યા બની ગઈ હોય અને તે જગ્યાઓમાંથી પાણી seep થઈ રહ્યું હોય—તો waterproofing કરતા પહેલા સૌથી પહેલું અને મહત્વપૂર્ણ કામ એ જોઇન્ટ્સને યોગ્ય રીતે સીલ કરવું છે.

જોઇન્ટ્સમાં રહેલી નાની જગ્યાઓ પણ વરસાદી પાણી માટે પ્રવેશનો રસ્તો બની શકે છે, જેના કારણે slab સુધી ભેજ પહોંચે છે અને લીકેજ શરૂ થાય છે.

સ્ટેપ-બાય-સ્ટેપ ટ્રીટમેન્ટ:

  • સૌપ્રથમ તમામ જોઇન્ટ્સને સારી રીતે સાફ કરો. તેમાં રહેલી ધૂળ, ઢીલો મોર્ટાર અને જૂના સીલન્ટના બાકી રહેલા અંશ સંપૂર્ણ રીતે દૂર કરો.

  • સાફ કરેલા જોઇન્ટ્સને Waterseal Instant Crack Filler Kit અથવા અન્ય યોગ્ય joint-filling compound વડે સંપૂર્ણ રીતે ભરો અને સીલ કરો.

  • જોઇન્ટ્સ યોગ્ય રીતે ભરાયા બાદ પાણીની પ્રવેશની શક્યતા બંધ થઈ જાય છે અને ભેજ નીચેના slab સુધી પહોંચી શકતું નથી.

  • વધુ શીખવા માટે:

    છતના ક્રૅક કેવી રીતે દૂર કરવું અને જોડાણોને અસરકારક રીતે કેવી રીતે ભરવા તે સમજવા માટે અમારી વિગતવાર માર્ગદર્શિકા જુઓ:
    👉 ધાબાની ક્રેક ભરતા શીખો – સરળ DIY માર્ગદર્શન

ખૂણાઓમાં ટાઇલ્સ અને સિમેન્ટ જોડાણ (Tiles & Cement Joints at Corners)
સ્કર્ટિંગ ન હોવાને કારણે ફ્લોર અને પેરાપેટ વોલના જોડાણમાંથી પાણી seep થતી સ્થિતિ

જો ધાબાની દીવાલોના ખૂણાઓમાં સ્કર્ટિંગ અથવા વાટો ન હોય, તો ત્યાંથી વરસાદી પાણી દિવાલમાં પ્રવેશી શકે છે. waterproofing પહેલાં સ્કર્ટિંગ લગાવવાથી દીવાલો ભીંજાવાની સમસ્યા ટાળી શકાય છે.

4. ધાબાની દીવાલોના ખૂણાઓમાં ટાઇલ્સની સ્કર્ટિંગ અથવા સિમેન્ટનો વાટો ન હોવો

આ સફેદ ટાઇલ-ફિનિશ થયેલી છતની તસવીરમાં તમે જોઈ શકો છો કે ફ્લોર ટાઇલ્સ અને પેરાપેટ (બાઉન્ડરી) વોલ વચ્ચે સ્કર્ટિંગ અથવા “વાટો” લગાવવામાં આવ્યો નથી.

સ્કર્ટિંગ ન હોવાને કારણે વરસાદનું પાણી આ જોડાણમાંથી દીવાલમાં પ્રવેશી જાય છે, જેના પરિણામે ઘરની અંદરની દિવાલો ભીંજાય છે અને ભેજની સમસ્યા ઊભી થાય છે. આ પ્રકારનું seepage સામાન્ય રીતે waterproofing failureનું મુખ્ય કારણ બને છે.

સમાધાન (Recommended Treatment):

આ સમસ્યા ટાળવા માટે છતની બાઉન્ડરી સાથે લગભગ 4 ઇંચ ઊંચાઈની સ્કર્ટિંગ ટાઇલ્સ લગાવવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે.

🔧 સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

  • ટાઇલના 3″ અથવા 4″ના પટ્ટા કાપી સ્કર્ટિંગ માટે જરૂરી આકારમાં તૈયાર કરો.

  • આ ટાઇલ પટ્ટાઓને પેરાપેટ વોલની તળિયા પર યોગ્ય રીતે ફિક્સ કરો, જેથી ફ્લોર અને વોલ વચ્ચે મજબૂત અને સંપૂર્ણ waterproof જોડાણ બની રહે.

  • સ્કર્ટિંગ લગાવ્યા પછી જ આગળનું waterproofing treatment કરવું વધુ અસરકારક રહે છે.

જૂની waterproofing લેયર ઊખાડી કાઢવાની પ્રક્રિયા
નવું waterproofing કરવા પહેલાં જૂની લેયર સંપૂર્ણ રીતે દૂર કરવી જરૂરી છે

5. જૂનો Waterproofing Layer દૂર કરવો

જો તમે અગાઉ કોઈપણ પ્રકારની waterproofing પદ્ધતિ લાગુ કરી હોય—જેમ કે સિમેન્ટ આધારિત કોટિંગ, બિટ્યુમિનસ મેમ્બ્રેન અથવા એક્રેલિક આધારિત waterproofing—અને તે જૂની લેયર ઊભી, ફૂલી ગઈ હોય કે અસમાન બની ગઈ હોય, તો નવી waterproofing treatment શરૂ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે દૂર કરવી અત્યંત જરૂરી છે.
જૂની અને ખરાબ થયેલી લેયર ઉપર સીધું નવું waterproofing કરવાથી નવી coating યોગ્ય રીતે ચોંટતી નથી અને થોડા સમય બાદ ફરી leakage થવાની શક્યતા રહે છે

સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

  • સંપૂર્ણ જૂની waterproofing લેયરને સાફ કરીને પૂરી રીતે દૂર કરો.

  • જૂના coating ને ઉખાડવા માટે પતરાં, છીણી, ગ્રાઈન્ડર મશીન અથવા ટાઇલ્સ ઘસવાના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

  • સપાટી સંપૂર્ણ સાફ અને મજબૂત બન્યા પછી જ Waterseal PSv-Premix લાગુ કરો, જેથી અસરકારક અને લાંબા ગાળાનું waterproofing પરિણામ મળે

લાંબા સમયથી જાળવણી ન થયેલી છત પર ઉગેલા ઘાસ અને છોડ
લાંબા સમયથી અવગણેલી છત પર ઉગેલા ઘાસ seepageનું મુખ્ય કારણ બને છે
ખૂબ જૂની અને ખરાબ હાલતમાં આવેલી છત

6. ખૂબ જૂની અથવા લાંબા સમયથી જાળવણી ન થયેલી છત

જ્યાં મકાન ખૂબ જૂનું હોય અથવા ઘણા વર્ષોથી તેની યોગ્ય જાળવણી ન થઈ હોય—જેમ કે ઉપયોગમાં ન રહેલી અથવા લાંબા સમયથી અવગણેલી પ્રોપર્ટી—ત્યાં છત પર મેલ, માટી અને કચરો એકઠો થઈ જાય છે. આવી સ્થિતિમાં છત ઉપર ઘાસ અથવા નાના છોડ ઉગતા જોવા મળે છે.

આ છોડની મૂળ સામાન્ય રીતે છતના સ્લેબ અને દીવાલના પ્લાસ્ટરમાં ઊંડે સુધી પ્રવેશી જાય છે, જેના કારણે સપાટી નબળી પડે છે અને વરસાદી પાણી માટે seepage નો રસ્તો બની જાય છે.

સમાધાન અને રીસ્ટોરેશન પ્રક્રિયા:

  • છત પરથી સંપૂર્ણ જૂનો પ્લાસ્ટર તેમજ તમામ ઢીલા, તૂટેલા અથવા નુકશાનગ્રસ્ત સામગ્રી સંપૂર્ણ રીતે દૂર કરો.

  • ત્યારબાદ સમગ્ર સપાટી પર અંદાજે 3 ઇંચ જાડાઈની PCC (Plain Cement Concrete) લેયર લગાવો, જેથી છતને ફરીથી મજબૂત આધાર મળી શકે.

  • PCC મિક્સ તૈયાર કરતી વખતે મિક્સિંગ પાણીમાં 10% PSv waterproofing chemical ઉમેરો.
    (ઉદાહરણ તરીકે: દરેક 100 લિટર પાણી માટે 10 લિટર PSv)

  • આ પ્રક્રિયા શ્રેષ્ઠ bonding strength, સુધારેલી waterproofing કાર્યક્ષમતા અને લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે.

  • PCC લગાવ્યા બાદ છતને 4 થી 6 દિવસ સુધી પાણીથી ભરી રાખો, જેથી યોગ્ય curing અને setting થાય.

  • સપાટી સંપૂર્ણ રીતે સુકાઈ અને સાફ થયા પછી, અમારી સૂચિત application પદ્ધતિ મુજબ Waterseal PSv-Premixના ત્રણ કોટ લગાવો, જેથી છત સંપૂર્ણ રીતે લીક-પ્રૂફ બને.

7. બીમ–સ્લેબ ધરાવતા જૂની ઢબના ધાબાના Waterproofing માટે માર્ગદર્શિકા

RCC (Reinforced Cement Concrete) છત સામાન્ય બનતા પહેલાં, ઘણા પરંપરાગત ભારતીય ઘરો—ખાસ કરીને 1900 થી 1950 વચ્ચે બનેલા મકાનો—માં બીમ અને સ્ટોન સ્લેબ આધારિત છત પદ્ધતિ (girder / beam–slab structure) વપરાતી હતી.
આ પદ્ધતિમાં લોખંડ અથવા સ્ટીલના બીમ ઉપર ફ્લેટ સ્ટોન સ્લેબ મૂકવામાં આવતી અને ઉપરની સપાટી સામાન્ય રીતે પ્લાસ્ટરથી ફિનિશ કરવામાં આવતી.

આ પ્રકારની બાંધકામ પદ્ધતિઓ અને તેમાં ઉપયોગમાં લેવાતી પરંપરાગત waterproofing ટેક્નિક્સ વિશે અમે વિગતવાર ચર્ચા કરી છે:
👉 History of Terrace Construction – જૂના બાંધકામ અને Waterproofing નો ઈતિહાસ

બીમ–સ્લેબ ધરાવતા ધાબા પર સફળ Waterproofing માટે પગલાં:

1️⃣ જૂના કવરિંગ્સને સંપૂર્ણ રીતે દૂર કરો

જો છત પર જૂનો પ્લાસ્ટર, ચાઇના મોઝેક અથવા બિટ્યુમિનસ શીટ કોટિંગ લાગેલું હોય, તો waterproofing શરૂ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે દૂર કરો.
આથી મૂળ સ્ટોન સ્લેબ સપાટી ખુલ્લી થાય છે અને આગળની પ્રક્રિયા યોગ્ય રીતે કરી શકાય છે.


2️⃣ સ્ટોન સ્લેબને યોગ્ય રીતે એક્સ્પોઝ કરો

વર્ષો સુધીના ગરમી, ભેજ અને હવામાનના ફેરફારોને કારણે જૂના પ્લાસ્ટર અથવા લેયર્સ સ્ટોન પર મજબૂતીથી ચોંટેલા રહેતા નથી.
ખાતરી કરો કે સપાટી સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી છે અને તમામ ઢીલા સ્તરો દૂર થયા છે, જેથી સ્ટોન સ્લેબ સ્પષ્ટ અને મજબૂત રીતે દેખાય.


3️⃣ નુકશાનગ્રસ્ત સ્ટોનને બદલો

જો કોઈ સ્ટોન સ્લેબ તૂટી ગઈ હોય અથવા તેમાં ઊંડા ક્રેક દેખાતા હોય, તો તે સ્લેબને નવી સ્ટોન સ્લેબથી બદલવી જરૂરી છે.
નુકશાનગ્રસ્ત સ્ટોન ઉપર waterproofing કરવાથી લાંબા ગાળાનું પરિણામ મળતું નથી.


4️⃣ બધા દેખાતા જોડાણોને યોગ્ય રીતે સીલ કરો

સ્ટોન સ્લેબના જોડાણો સ્પષ્ટ થયા પછી, તેમને Waterseal Clear-Coat – Tile Joint Sealant વડે પ્રોડક્ટ સૂચનાઓ મુજબ યોગ્ય રીતે ભરો અને સીલ કરો.
આ એપોક્સી રેઝિન આધારિત સીલન્ટ સૂકાઈ ગયા પછી પણ લવચીક રહે છે અને સ્ટોન સ્લેબના જોડાણોને મજબૂતીથી બંધ કરે છે, જેના કારણે પાણીનો પ્રવેશ અટકાવવામાં મદદ મળે છે.


વધુ વિકલ્પો અને વિગતો માટે તમે આ માર્ગદર્શિકા પણ જોઈ શકો છો:
👉 Waterproofing Without Removing Tiles

લોખંડના બીમ (ગર્ડર) અને પથ્થર ની સ્લેબ સિસ્ટમ
Waterseal Combo Pack વડે 100% વોટરપ્રૂફિંગ

નિષ્કર્ષ (Conclusion)

Choosing the right waterproofing solution for building conditions helps prevent repeated leakage and reduces future maintenance costs.
યોગ્ય waterproofing પદ્ધતિ પસંદ કરવી માત્ર છતમાંથી થતી લીકેજ અટકાવવાનું કામ નથી, પરંતુ તે તમારા ઘરની મજબૂતી, સુરક્ષા અને મૂલ્યને વર્ષો સુધી જાળવી રાખવાનું મહત્વપૂર્ણ પગલું છે. દરેક છત અને બિલ્ડિંગની હાલત અલગ હોય છે, તેથી એક જ waterproofing solution બધાં માટે યોગ્ય સાબિત થતો નથી.

છતની સ્થિતિને યોગ્ય રીતે સમજવી અને તેની હાલત મુજબ યોગ્ય ઉકેલ—જેમ કે PSv-Premix—લાગુ કરવાથી લાંબા ગાળાની સુરક્ષા અને ટકાઉપણું સુનિશ્ચિત થાય છે. આવી યોગ્ય પસંદગી future leakageની સમસ્યાઓ ઘટાડે છે, repair ખર્ચ ઓછો કરે છે અને જાળવણીની જરૂરિયાતને ન્યૂનતમ સ્તરે લાવે છે.

અહીં અમે ,વારંવાર પૂછાતા પ્રશ્નો ના જવાબો લખ્યા છે તે વાંચો. તે તમને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સને સમજવામાં ઘણું મદદરૂપ થશે.. યાદ રાખો કે તમારી જરૂરિયાતોને અનુરૂપ ચોક્કસ સલાહ અને ઉકેલો માટે જો તમે એકાદ -બે વ્યાવસાયિક વોટર-પ્રૂફિંગ કોન્ટ્રાક્ટરને બોલાવી સર્વે કરાવશો તો વધારે  અનુકૂળ રહેશે.

FAQs For – Waterproofing Solution for Building Conditions

વોટરપ્રૂફિંગ માટે માર્ગદર્શિકા શું છે?

વોટરપ્રૂફિંગ માટે માર્ગદર્શિકા એ એક step-by-step માર્ગદર્શન છે, જે તમને તમારી છત અથવા બિલ્ડિંગની હાલત પ્રમાણે Waterproofing Solution પસંદ કરવામાં મદદ કરે છે. આ માર્ગદર્શિકા છત લીકેજ, ભેજ અને structural નુકશાનથી ઘરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ઉપયોગી માહિતી આપે છે.

દરેક છત અને બિલ્ડિંગની હાલત અલગ હોય છે. Waterproofing guide નો ઉપયોગ કરવાથી તમે ખોટી પદ્ધતિ અપનાવવાથી બચી શકો છો અને તમારી છત માટે સૌથી યોગ્ય waterproofing solution પસંદ કરી શકો છો. આથી repair ખર્ચ ઘટે છે અને waterproofing લાંબા સમય સુધી અસરકારક રહે છે.

Waterproofing Solution for Building Conditions

જૂની છતોની 7 સામાન્ય સ્થિતિ એ સામાન્ય રીતે જોવા મળતી સમસ્યાઓ છે, જેમ કે:

  1. નુકશાનગ્રસ્ત અથવા અસમાન પ્લાસ્ટર

  2. છત પર પાણી ખૂદતું રહેવું

  3. ટાઇલ અથવા સ્ટોન જોડાણમાં ખાળ

  4. ખૂણાઓમાં સિમેન્ટ જોડાણની ખામીઓ

  5. જૂની વોટરપ્રૂફિંગ લેયર હાજર

  6. Beam-Slab છતોમાં જંતુઓ અને છોડના મૂળ

  7. Beam-Slab છતોમાં સ્ટોન સ્લેબના ક્રૅક્સ

આ 7 સ્થિતિઓને યોગ્ય રીતે મરામત કર્યા પછી જ Waterproofing Guide અનુસાર વોટરપ્રૂફિંગ લાગુ કરવું જોઈએ.

આ માર્ગદર્શિકા અનુસરવાથી છતની હાલતને યોગ્ય રીતે ઓળખી શકાય છે અને તેના આધારે યોગ્ય waterproofing solution પસંદ કરી શકાય છે. પરિણામે લીકેજની સમસ્યા ટળે છે, ભેજ ઘટે છે, structural સુરક્ષા વધે છે અને લાંબા ગાળે જાળવણીનો ખર્ચ ઓછો થાય છે.

Waterseal PSv-Premix એક તૈયાર waterproofing solution છે, જે યોગ્ય surface preparation પછી લાગુ કરવાથી ઉત્તમ bonding, લવચીકતા અને લાંબા સમય સુધી ટકાઉ પરિણામ આપે છે. તે છતની હાલત પ્રમાણે waterproofing કરવામાં મદદ કરે છે અને future leakage problems ઘટાડે છે.

તમારી છત માટે યોગ્ય waterproofing solution જાણવા માટે આજે જ અમારા waterproofing નિષ્ણાતો સાથે વાત કરો.

તમારા ઘરને લીકેજ મુક્ત બનાવવા માટે Waterseal ના જ કેમિકલો પસંદ કરો – જ્યાં નવી ટેકનોલોજી અને માણસાઈનો સંગમ મળે છે.